Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેવાડાના માનવી સુધી પહોંચ્યો કલ્યાણકારી યોજનાનો લાભ:ભાવનગર લોકસભા વિસ્તારમાં 8111 વડીલોને રૂ.7.66 કરોડના 46,017 સહાયક સાધનોનું વિતરણ

    1 day ago

    વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભંણિયાનું મહાઅભિયાન વૃદ્ધાવસ્થામાં ચાલવામાં મુશ્કેલી હોય, ઓછું સંભળાતું હોય કે રોજિંદાં કામો માટે અન્ય પર નિર્ભર રહેવું પડતું હોય, ત્યારે એક નાનું સહાયક સાધન પણ જીવનમાં ઘણી મોટી રાહત આપે છે. વરિષ્ઠ નાગરિકોની આ જ વેદનાને ધ્યાને રાખી ભાવનગર લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાભંણિયા સંવેદનાપૂર્ણ અભિગમ સાથે જનસેવા અભિયાન હાથ ધર્યું છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક સ્થિતિ અને તબીબી મૂલ્યાંકનના આધારે નિઃશુલ્ક સહાયક સાધનો પૂરા પાડવામાં આવે છે. આ યોજના જરુરિયાતમંદ સુધી પહોંચે તે માટે ભાવનગર-બોટાદ વિસ્તારમાં યોજાયેલા 14 કેમ્પમાં 8091 વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના આધારે ભાવનગર લોકસભા વિસ્તારના વિવિધ સ્થળોએ યોજાયેલી આઠ શિબિરોમાં 8111 લાભાર્થીઓને કુલ 46,017 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા અભિગમને અનુરૂપ ભાવનગર લોકસભા વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એક પણ પાત્ર વરિષ્ઠ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે નિમુબેન બાંભણિયાએ આ કામગીરીને મિશન મોડમાં આગળ ધપાવવા પ્રયાસ કર્યો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), સંગઠનના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ અને વિતરણની કામગીરી કરી. આ પ્રક્રિયામાં વરિષ્ઠ નાગરિકોની વ્યક્તિગત જરૂરિયાતોને ઓળખીને તેમને યોગ્ય સાધનો મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સાધનોનું વિતરણ કરવાનો નહીં, પરંતુ વૃદ્ધાવસ્થામાં શારીરિક મર્યાદાઓને કારણે ઊભી થતી મુશ્કેલીઓ ઘટાડીને વરિષ્ઠ નાગરિકોને વધુ સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનો છે. ભાવનગર-બોટાદ વિસ્તારમાં ALIMCO દ્વારા 14 મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વરિષ્ઠ નાગરિકોની શારીરિક સ્થિતિ અને સહાયક સાધનોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ આવકના દાખલા અને આયુષ્માન વય વંદના કાર્ડ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો., આ કેમ્પમાં કુલ 8091 વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેના આધારે 45,968 સહાયક સાધનોને મંજૂરી આપવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ.7.66 કરોડ હતી.આ મૂલ્યાંકન પ્રક્રિયાથી કોને કયું સાધન જરૂરી છે તેની ઓળખ કરીને સહાયનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, લાભાર્થીની જરૂરિયાતને કેન્દ્રસ્થાને રાખીને હાથ ધરાયેલી આ કામગીરી વિતરણ અભિયાનનો પાયો બની. કયાં કયાં સાધનોની સહાય મળી? રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોની વ્યક્તિગત જરૂરિયાત અને તબીબી મૂલ્યાંકનના આધારે વિવિધ પ્રકારનાં સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમાં વ્હીલચેર, કમોડ વ્હીલચેર, વૉકર, રોલેટર, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ લાકડીઓ, બગલઘોડી, શ્રવણયંત્રો, કૃત્રિમ દાંત, સીટ કુશન, કમોડ સ્ટૂલ, કમર અને ઘૂંટણ માટેના સપોર્ટ, ખભાના બ્રેસ તેમજ ગરદન અને કરોડરજ્જુ માટેનાં સપોર્ટનો સમાવેશ થાય છે, આમ નિમુબહેન બાંભણિયાએ સત્તાને સેવાનું માધ્યમથી બનાવી વડીલોની સાચા અર્થમાં વંદના કરી હતી, ભાવનગર –બોટાદ વિસ્તારમાં તેમણે યોજેલા મૂલ્યાંકન કેમ્પથી શરુ થયેલી આ સેવા યાત્રા વહીવટી સંકલન, જરૂરિયાત આધારિત સહાય અને જનસેવાના અભિગમનું મહત્વ પુન: સ્થાપિત કરે છે. આઠ વિતરણ શિબિરો ક્યાં કેટલા લાભાર્થીઓને મળ્યાં સાધનો? તારીખ સ્થળ લાભાર્થીઓ સાધનો મૂલ્ય 1/7/26 ભાવનગર 2569 15023 2.48કરોડ 8/8/26 ઘોઘા 613 3481 55.12 લાખ 17/8/26 મહુવા 623 3412 59.38 લાખ 21/8/26 ગારિયાધાર 680 3752 62.06 લાખ 26/8/26 પાલિતાણા 991 5445 92.89 લાખ 28/8/26 વલ્લભીપુર 925 5307 86.36 લાખ 30/8/26 તળાજા 806 4527 77.16 લાખ 1/9/26 શિહોર 904 5070 83.85 લાખ કુલ 8111 46017 7.66 કરોડ
    Click here to Read More
    Previous Article
    'મારી અંતિમવિધિ સમયે મને ફક્ત આપણા ઘરના જ કપડા પહેરાવજો':સુરતમાં સગાઈના દોઢ મહિનામાં જ યુવતીનો આપઘાત, મંગેતરને સંબોધીને લખ્યું- 'તમે મને ખૂબ દુઃખી કરી'
    Next Article
    આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાની કૂદી પડી:'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો, ભજન બંધ કરી કવ્વાલી શરૂ કરી દો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment