Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી અંતિમવિધિ સમયે મને ફક્ત આપણા ઘરના જ કપડા પહેરાવજો':સુરતમાં સગાઈના દોઢ મહિનામાં જ યુવતીનો આપઘાત, મંગેતરને સંબોધીને લખ્યું- 'તમે મને ખૂબ દુઃખી કરી'

    1 day ago

    સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પલ્લવી મોરે નામની યુવતીએ સગાઈ થયાના દોઢ મહિનામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતકની માતાએ આક્ષેપ કરતા કહ્યું કે, મંગેતર સિદ્ધેશના ત્રાસના કારણે મારી દીકરીએ જિંદગી ટૂંકાવવી પડી. સિદ્ધેશને કડકમાં કડક સજા કરવામાં આવે. મૃતકના મૃતદેહ નજીકથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જે કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પલ્લીવીએ સુસાઈડ નોટમાં માતાપિતાની માફી માગતા લખ્યું કે, તમે મારા કારણે ઘણા દુઃખી થયા. જ્યારે મંગેતર સિદ્ધેશને સંબોધતા લખ્યું કે, તમને મારી કદર ના ક્યારેય હતી અને ના ક્યારેય રહેશે. તમે મને ખૂબ દુઃખી કરી છે હવે તમારું મન શાંત થઈ જશે. માતાપિતાને કહ્યું કે, મારી અંતિમવિધિમાં મને આપણા ઘરના જ કપડા પહેરાવજો. મને સિદ્ધેશના ઘરની એક રૂપિયાની પણ વસ્તુ નથઈ લગાડવી. મને એક દીકરીને જેમ સજાવજો. સગાઈના દોઢ મહિનામાં જ પલ્લવીએ જિંદગી ટૂંકાવવી પડી પલ્લવીના અકાળે અવસાન બાદ પરિવારજનોએ મંગેતર સિદ્ધેશ અને તેના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.પલ્લવીના માતા નીતા મોરેએ જણાવ્યું કે,સિદ્ધેશ, પલ્લવી પર સતત વહેમ રાખી માનસિક ત્રાસ આપતો. તેણે એક વર્ષ પહેલાં પલ્લવીની નોકરી પણ છોડાવી દીધી હતી. તે પલ્લવીને કોઈની સાથે વાત કરવા દેતો નહોતો અને સવારથી સાંજ તેમજ આખી રાત વીડિયો કૉલ ચાલુ રાખવા દબાણ કરતો. આ ઉપરાંત, છોકરાની માતા દ્વારા ધામધૂમથી લગ્ન કરવા અને દહેજ પેટે 80 તોલા સોનાની માંગણી પણ કરવામાં આવી રહી હતી. મારી દીકરીને સગાઈ તોડવાનું કહી મરી જવા કહ્યું દીકરી ગુમાવનાર માતા નીતા મોરેએ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું કે,"સિદ્ધેશ છેલ્લા બે મહિનાથી મારી દીકરીને અસહ્ય ટોર્ચર કરતો હતો. પરમ દિવસે તેણે એટલો ઝઘડો કર્યો કે સગાઈ તોડી નાખી, પલ્લવીનો ફોન અને સિમકાર્ડ પણ તોડી નાખ્યા. તેણે મોઢા પર કહી દીધું કે 'હું લગ્ન નહીં કરું, તારે મરવું હોય તો મરી જા!' આ આઘાતમાં મારી દીકરીએ આપઘાત કરી લીધો. અમારી માંગ છે કે સિદ્ધેશ, તેના માતા-પિતા અને બહેન સહિત સમગ્ર પરિવારને કડકમાં કડક સજા થવી જોઈએ." ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી બનાવની જાણ થતાં જ ડીંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલ્લવીના પરિવારજનોએ આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજ ઉત્પીડન મામલે આરોપીઓ સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગણી કરી છે. હાલ પોલીસે પરિવારે લગાવેલા ગંભીર આક્ષેપો, સુસાઈડ નોટ અને કોલ રેકોર્ડ્સના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓ બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, પોલીસ સાથે ઘર્ષણ થયું
    Next Article
    છેવાડાના માનવી સુધી પહોંચ્યો કલ્યાણકારી યોજનાનો લાભ:ભાવનગર લોકસભા વિસ્તારમાં 8111 વડીલોને રૂ.7.66 કરોડના 46,017 સહાયક સાધનોનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment