Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાની કૂદી પડી:'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો, ભજન બંધ કરી કવ્વાલી શરૂ કરી દો'

    1 day ago

    અમદાવાદમાં જાણીતા કલાકાર આદિત્ય ગઢવીના 'રંગ મોરલા' ગરબામાં જે પણ લઘુમતી સમાજના હોય તેને બહાર નીકળી જવા સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા જાહેરાત કરાઈ હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો. જો કે, બાદમાં આદિત્ય ગઢવી અને આરજે આકાશે આ મુદ્દે સ્પષ્ટતા કરતી સંયુક્ત પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી હતી. જેમાં લખ્યું હતું કે, એક જૂથે બેકસ્ટેજ પર કબજો જમાવ્યો અને મારા પ્લેટફોર્મનો ઉપયોગ એવું કંઈક કરવા માટે કર્યો, જે હું ક્યારેય નહીં કરું. તેમજ મુસ્લિમોને મેદાન છોડવાની જાહેરાતનો હાર્દિક દવેએ પણ વિરોધ નોંધાવ્યો હતો. હવે આ સમગ્ર વિવાદમાં કાજલ હિન્દુસ્તાની પણ કૂદી પડી છે. તેણીએ આદિત્ય ગઢવીની સાથેસાથે હાર્દિક દવેને પણ ટાર્ગેટ કરતા કહ્યું કે, લઘુમતીઓને તમારા ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે ગરબા રમાડો. પૈસા હિન્દુઓ પાસેથી લેવા છે અને વિરોધ પણ તેમનો જ કરવો છે. ભજન બંધ કરી કવ્વાલી શરૂ કરી દો... 'શક્તિની ઉપાસના કરનારને મહિસાસુરથી આટલો બધો ડર કેમ લાગે છે?' કાજલ હિન્દુસ્તાનીએ વાઇરલ કરેલા વીડિયોમાં કહ્યું કે, કર્ણાવતીમાં બજરંગ દળ દ્વારા પંડાલમાંથી જાહેરાત કરાવી હતી કે ગરબામાં કોઈ મુસ્લિમ હોય તો તે ગરબા પંડાલ છોડીને જતો રહે. તેમાં જે આદિત્ય ગઢવી સિંગર હતા, તેમને તે ગમ્યું નહીં. આદિત્ય ગઢવી એવી જાહેરાત કરી કે બધા લોકો મારા કાર્યક્રમમાં આવી શકે છે. આદિત્ય ગઢવીનું મને એ નથી સમજાતું કે માતાજીની શક્તિની ઉપાસના કરનાર વ્યક્તિને મહિસાસુરથી આટલો બધો ડર કેમ લાગે છે? 'અન્ય એક હાર્દિક દવે જે સંગીતકાર છે તે...' સિંધુ સોસાયટીના ફ્રન્ટ લાઈન વોરિયર છે તે બજરંગ દળ તેના વિરોધમાં ઉતરી ગયા છે. તેમજ અન્ય એક હાર્દિક દવે જે સંગીતકાર છે તે એક પગલું આગળ ચાલીને આવ્યા હતા. નાઝી અને યહૂદીઓ વિશે ઉદાહરણ આપીને કહે છે કે, ગરબા પંડાલમાંથી જે જાહેરાત થઈ તેનાથી એવું લાગી રહ્યું હતું કે નાઝીઓએ યહૂદીઓ પર અત્યાચાર કરી દેશની બહાર જવાનું કહ્યું હતું. 'યહૂદીઓના ઉદાહરણને બદલે કશ્મીરી હિન્દુઓના આપો' હાર્દિક દવે પર કટાક્ષ કરતા કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે, તો હાર્દિક દવે એવું છે કે હોશિયાર બધા છે, તમે મૂર્ખ છો એટલે તમને લાગે છે કે બધા મૂર્ખ છે. તમારે યહૂદીઓના ઉદાહરણ આપવાના બદલે કશ્મીરી સાત લાખ કશ્મીરી હિન્દુઓને કાઢવામાં આવ્યા હતા, છોકરાઓને મારીને ઘાટી ખાલી કરવામાં આવી હતી તે ઉદાહરણ તમને કેમ ન દેખાણું. આટલા દૂર સુધી તમારી યાદદાસ ઓછી હોય તો પહેલગામનો આતંકવાદી હુમલો ન દેખાયો, જેમાં મુસ્લિમઓએ AK47 લઈને ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી નાખી હતી. તમને એટલો પણ વિદેશીઓથી પ્રેમ હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુઓ પ્રતારિત થયા છે, તેનું પણ તમે ઉદાહરણ આપી શકતા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે અગાઉ કહ્યું હતું કે ગરબામાં જાત ધર્મનો ભેદ ન હોવો જોઇએ. 'મુસ્લિમોથી એટલો બધો પ્રેમ ઉભરતો હોય તો તમારા ઘરે બોલાવો' ભજન ગાવાનું બંધ કરી દો અને કવ્વાલી ગાવાનું શરૂ કરી દો તેવું કહી કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે, બંગાળમાં પણ બહેનો દીકરીઓના ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવામાં આવે છે. હિન્દુઓને પલાયન કરવા પર મજબૂર કરી દીધા છે. આ મુસ્લિમોથી તમને એટલો બધો પ્રેમ ઉભરતો હોય તો તમારા ઘરે બોલાવો અને દાંડિયા રમાડો. જેટલું પણ રમાડવું હોય તેટલું તમારા બહેનો દીકરીઓ સાથે રમાડો, અમારી બહેનો દીકરીઓનો તમે કોઈ ઠેકો નથી લીધો. લવજેહાદની ઘટના બને ત્યારે તમે કોઈપણ બચાવવા માટે આવતા નથી. તમે હવે કવ્વાલીઓ ગાવવાનું શરૂ કરી દો અને ભજન ગાવાનું બંધ કરી દો, તે તમારા એજન્ડાને શૂટ થાય છે. પૈસા તમારે હિન્દુઓ પાસેથી લેવા છે અને વિરોધ પણ તમારે હિન્દુઓનો કરવો છે. આ પણ વાંચો... 'લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો', એન્કરના નિવેદન પર આદિત્ય ગઢવીએ કહ્યું-આ મારો મેસેજ નહોતો, એક ગ્રુપે મારા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો આ પણ વાંચો... ચાલુ ગરબામાં સિંગરે શર્ટ કાઢી ઠુમકા લગાવ્યા, ગરબાના નામે બોલિવૂડ સોંગ્સ ગૂંજ્યા; VIDEO આદિત્ય ગઢવી અને RJ આકાશે વિવાદ બાદ કરલી પોસ્ટ
    Click here to Read More
    Previous Article
    છેવાડાના માનવી સુધી પહોંચ્યો કલ્યાણકારી યોજનાનો લાભ:ભાવનગર લોકસભા વિસ્તારમાં 8111 વડીલોને રૂ.7.66 કરોડના 46,017 સહાયક સાધનોનું વિતરણ
    Next Article
    Gandhinagar Fire Incident News | ગાંધીનગરના સાંતેજ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી મચી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment