Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નાઈટ ડ્રાઈવમાં 81 વાહનચાલક સામે કાર્યવાહી:46 બ્લેક ફિલ્મ, 23 નંબર પ્લેટ વગરનાં અને 12 ફેન્સી નંબર પ્લેટવાળાં વાહનો મળ્યાં; 15 વાહન ડિટેઈન, ₹51,800નો દંડ

    2 दिन पहले

    જામનગર જિલ્લા પોલીસે ગત રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નાઈટ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ટ્રાફિકના નિયમો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ અવરજવર રહેતા મુખ્ય રસ્તાઓ અને સ્થળોએ વાહનોની તપાસ કરાઈ હતી. નશામાં વાહન ચલાવનારા, પૂરઝડપે કે બેફિકરાઈથી વાહન હંકારનારા અને રસ્તા પર ટ્રાફિકને અડચણ થાય એ રીતે વાહન રાખનારા પર નજર રાખવામાં આવી હતી. કારમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવનારા અને નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી થઈ હતી. પોલીસે નશામાં વાહન ચલાવવાના 4 કેસ નોંધ્યા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 હેઠળ બેફિકરાઈથી વાહન ચલાવવાના 4 અને કલમ 285 હેઠળ ટ્રાફિકને અડચણ થાય એ રીતે વાહન રાખવાના 4 કેસ નોંધાયા હતા. મોટર વાહન અધિનિયમની કલમ 207 હેઠળ 15 વાહનો ડિટેઈન કરાયાં હતાં. બ્લેક ફિલ્મવાળાં 46, નંબર પ્લેટ વગરનાં 23 અને ફેન્સી નંબર પ્લેટવાળાં 12 વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. આ રીતે કુલ 81 વાહનચાલકો સામે નિયમભંગ બદલ કાર્યવાહી થઈ. સ્થળ પર કુલ રૂ. 51,800નો દંડ વસૂલાયો હતો. આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષક (શહેર તથા ગ્રામ્ય વિભાગ) અને સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ જિલ્લા પોલીસના સ્ટાફે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણના હાસાપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના:એસપી સહિત એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસકાફલો ઘટનાસ્થળે; શ્રેય મોલ નજીકનો વિસ્તાર કોર્ડન
    Next Article
    GJEPC રિપોર્ટ:એક વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 96% અને નેચરલમાં 19%નો વધારો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment