Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GJEPC રિપોર્ટ:એક વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 96% અને નેચરલમાં 19%નો વધારો નોંધાયો

    2 दिन पहले

    છેલ્લાં કેટલાક સમયથી વૈશ્વિક મંદી અને રાજકીય તણાવનો સામનો કરી રહેલા હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે દિવાળીના તહેવારો નવી આશા લઈને આવ્યા છે. સુરતના હીરા ઉદ્યોગ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, કટ એન્ડ પોલિશ્ડ (નેચરલ) ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બંને સેગમેન્ટમાં જંગી તેજી જોવા મળી છે. જીજેઈપીસી ઓક્ટોબર મહિનાના જાહેર કરેલા ડેટા પ્રમાણે ઓક્ટોબર 2025 માં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ 9070.61 કરોડ રહ્યું હતું, જે ઓક્ટોબર 2026 માં 19.26% વધીને 10817.54 કરોડ થયું છે. ભાસ્કર એક્સપર્ટ - જયંતી સાવલિયા, ચેરમેન, GJEPC પાંચ વર્ષથી નેચરલ અને લેબગ્રોન ડાયમંડની ખરીદી ઓછી હતી, એક્સપોર્ટના આંકડા પોઝિટિવ સાઇન ભારતીય જેમ એન્ડ જ્વેલરી અને ખાસ કરીને સુરતના ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મજબૂત ટર્નઅરાઉન્ડના સંકેત આપી રહ્યું છે. જો આપણે છેલ્લાં 6 વર્ષના દિવાળી મહિનાના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ, તો 2021માં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ 19175.16 કરોડની ટોચે રહ્યા બાદ સતત ઘટાડા તરફી રહ્યું હતું અને 2025 ના ઓક્ટોબરમાં 9070.61ના 6 વર્ષના સૌથી નીચા તળિયે પહોંચી ગયું હતું. પરંતુ ઓક્ટોબર 2026 માં નેચરલ ડાયમંડ એક્સપોર્ટ 19.26% વધીને 10817.54 કરોડ પર પહોંચ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક બજારમાં મંદીનું તળિયું બની ચૂક્યું છે અને અમેરિકા-યુરોપના બાયર્સ ફરી ખરીદી માટે બજારમાં આવ્યા છે. આ તેજીનું સૌથી મોટું અને નોંધપાત્ર પાસું લેબગ્રોન ડાયમંડ સેક્ટરની ઐતિહાસિક છલાંગ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં નાઈટ ડ્રાઈવમાં 81 વાહનચાલક સામે કાર્યવાહી:46 બ્લેક ફિલ્મ, 23 નંબર પ્લેટ વગરનાં અને 12 ફેન્સી નંબર પ્લેટવાળાં વાહનો મળ્યાં; 15 વાહન ડિટેઈન, ₹51,800નો દંડ
    Next Article
    Iran Plans To Detonate 'Dirty Bomb' In Washington, Warns US Intel: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment