Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના હાસાપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના:એસપી સહિત એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસકાફલો ઘટનાસ્થળે; શ્રેય મોલ નજીકનો વિસ્તાર કોર્ડન

    2 days ago

    પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે, જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા રોટલીયા હનુમાન મંદિર નજીકની આયુષ ટાઉનશીપ પાસેના શ્રેય મોલ નજીક અચાનક ફાયરિંગ થયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, આ ફાયરિંગ શ્રેય ફિટનેસની નીચેના ભાગે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી આ ઘટનાની જાણ થતાની સાથે જ પાટણ જિલ્લા પોલીસ વડા (SP) સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આ ફાયરિંગ કોના દ્વારા તેમજ કયા કારણોસર કરવામાં આવ્યું છે, તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    મોદી આસિયાન સમિટમાં બોલ્યા- દુનિયામાં શાંતિ જરૂરી:આજે ક્વાડ મીટિંગમાં સામેલ થશે, ટ્રમ્પ સાથે મુલાકાત થશે
    Next Article
    જામનગરમાં નાઈટ ડ્રાઈવમાં 81 વાહનચાલક સામે કાર્યવાહી:46 બ્લેક ફિલ્મ, 23 નંબર પ્લેટ વગરનાં અને 12 ફેન્સી નંબર પ્લેટવાળાં વાહનો મળ્યાં; 15 વાહન ડિટેઈન, ₹51,800નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment