Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈથી આવી પ્રતિબંધિત કેપ્સ્યુલ, બોગસ બિલિંગથી દાણચોરી:આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ કૌભાંડનો પર્દાફાશ, સલાયાથી યમન જતો રૂા. 80.77 લાખની પ્રતિબંધિત કેપ્સ્યુલનો જથ્થો ઝડપાયો‎

    21 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરેથી ચાલતા આંતરાષ્ટ્રીય કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. જેમાં મુંબઈથી ટ્રેન મારફતે ખંભાળીયા મંગાવવામાં આવેલો અને ત્યાંથી દરિયાઈ માર્ગે સલાયા થઈને છેક વિદેશ (યમન) મોકલવાનો આશરે રૂા. 80.77 લાખની પ્રતિબંધિત દવાઓનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે મોટા માંઢા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, જાન્યુઆરી-2026થી નિયંત્રણ હેઠળ મુકાયેલી અને નશા માટે ઉપયોગમાં લેવાતી પ્રેગાબાલિન નામની કેપ્સ્યુલનો આ મસમોટો જથ્થો અલગ અલગ કંપનીઓ પાસેથી મસમોટો મુંબઈથી ટ્રેન દ્વારા ખંભાળીયા મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી છોટાહાથી જેવા લોડિંગ વાહનમાં આ જથ્થો સલાયા પહોંચાડવાનો હતો. જો કે, તે પહેલાં જ એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને તેમની ટીમે ખંભાળીયા તાલુકાના મોટા માંઢા ગામની સીમમાં રોઝી માતાજીના મંદિર પાસે વોચ ગોઠવીને આ કૌભાંડનો પર્દાફાશ કરી દીધો હતો. આ દવાનો જથ્થો ખંભાળીયાના જોધપુર ગેઈટ પાસે રહેતા રાજદેવસિંહ ભોજુભા સોઢા (જેમની પાસે ડ્રગ્સનું કોઈ લાયસન્સ નથી) ના નામે વી પ્રોટેક્ટ કંપનીનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું. તે બિલમાં માત્ર 6 લાખ કેપ્સ્યુલનો જ જથ્થો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ તેની આડમાં બોક્સની અંદર છુપાવીને કૂલ 9,50,490 કેપ્સ્યુલ (450, 300 અને 150 એમ.જી.) મોકલવામાં આવી રહી હતી. મુંબઈના મેડિકો ટૂરિઝમના અબ્દુલ મોઇન શેખ, સલાયાના (હાલ દુબઈ રહેતા) ઇકબાલ કરીમ ભાયા, પુનાના મહંમદ અઝરુદિન અને યમનના હારીત નામના શખ્સોએ સાથે મળીને આ ખોટા બિલિંગનું આખું નેટવર્ક ઉભું કર્યું હતું. આ મામલે એસ.ઓ.જી.ના જવાન હરદીપસિંહ જાડેજાની ફરિયાદના આધારે ખંભાળીયા પોલીસ મથકમાં બી.એન.એસ. તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ સાત શખસો સામે ગુનો નોંધી પી.આઈ. વિક્રમસિંહ રાણાએ ઊંડી તપાસ શરૂ કરી છે. વર્ષો બાદ એસઓજી દ્વારા સલાયા બંદરેથી ચાલતા આ સ્મલિંગના કૌભાંડનો કરેલા પર્દાફાસથી ગુજરાતભરમાં ચકચાર જાગી છે. 1990થી સલાયા બંદરે દાણીચોરી નાબૂદ, અંડરવર્લ્ડ ડોનના હતાં કનેક્શન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું સલાયા બંદર ભારતના પશ્ચિમ કિનારે આવેલું એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું બંદર છે. જો કે, 1970થી 90ના દાયકામાં આ બંદર આંતરરાષ્ટ્રીય સ્તરે સોના, ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની મોટાપાયે ગેરકાયદે હેરાફેરી (દાણચોરી) માટે સમગ્ર દેશમાં કુખ્યાત બન્યું હતું. સલાયા બંદરે અસંખ્ય નાના ટાપુઓ (બેટ), ખાડીઓ અને કુદરતી આશ્રયસ્થાનો આવેલા છે. આ દરિયાઈ રૂટ દુબઈ, મસ્કત અને પાકિસ્તાન જેવા અખાતી દેશોની ખૂબ નજીક હોવાથી, દાણચોરો માટે અહીં માલ ઉતારવો અને છુપાવવો ખૂબ જ સરળ રહેતો હતો. જેથી મુંબઈના અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન, યુસુફ પટેલ અને પાછળથી દાઉદ ઈબ્રાહિમ જેવા કુખ્યાત ગુનેગારોના તાર સલાયાના સ્થાનિક સ્મગલરો સાથે મજબૂતીથી જોડાયેલા હતા. સલાયાના કેટલાક સ્થાનિક ચોક્કસ નામો તે સમયે કસ્ટમ્સ, ડીઆરઆઈ અને પોલીસ ચોપડે કુખ્યાત હતા, જેઓ આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. જેમાં સોના-ચાંદી ઉપરાંત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ માટે જે આરડીએક્સ અને અદ્યતન હથિયારો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવ્યા હતા. તેના લેન્ડિંગ માટે હાલારના દરિયાકાંઠાનો ઉપયોગ કરાયો હતો.પરંતુ 190ના દાયકા પછી કસ્ટમ્સ એક્ટ અને ટાડા જેવા કડક કાયદાઓના અમલથી સલાયાથી થતી દાણીચોરી નાબૂદ થઈ છે. પરંતુ ફરી દાણીચોરી શરૂ થઈ હોય તેમ કૌભાંડ ઝડપાયું છે. ડૉક્ટરની સલાહ વગર લેવાતી ‘પ્રેગાબાલિન’ દવા‎વિદેશમાં નશાના કાળા કારોબાર માટે બન્યું ફેવરિટ‎ પ્રેગાબાલિન દવા સામાન્ય રીતે ચેતા સંબંધિત પીડા અને ન્યુરોપેથીકની સારવાર માટે ડોક્ટરની સખત‎દેખરેખ હેઠળ ઉપયોગમાં લેવામાં આવે છે. આ દવાની 3 થી 4 ગોળીઓ એકી સાથે લેવાથી ભારે નશો થતો‎હોય છે. જેથી વિદેશમાં તેનો ઉપયોગ નશાના કાળા કારોબાર માટે થતો હોવાની દ્વારકા એસઓજીએ‎આશંકા વ્યક્ત કરી છે.‎
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટના આદેશનો ભંગ કરી જિલ્લામાં પ્રવેશતા ઝડપાયો:ગુજસીટોકના એક આરોપીને સલાયા પોલીસે ઝડપી પાડ્યો
    Next Article
    મણિપુરમાં ત્રીજી તિરાડ, મૈતેઈ પછી કુકી-નાગા દુશ્મન બન્યા:6 લાશો, 20 હત્યાઓ, 50 ઘરો સળગ્યા; લોકો બોલ્યા- 1992 જેવો ડર પાછો ફર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment