Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટના આદેશનો ભંગ કરી જિલ્લામાં પ્રવેશતા ઝડપાયો:ગુજસીટોકના એક આરોપીને સલાયા પોલીસે ઝડપી પાડ્યો

    22 hours ago

    સલાયા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને અગાઉ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલા એક શખ્સને સલાયા મરીન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી જિલ્લામાં પ્રવેશ કરનાર આ શખ્સ પાસેથી ચેકિંગ દરમિયાન ત્રાંબાની મૂઠ મળી આવતા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સલાયા ગામે રહેતા શબીરહુશેન ઉર્ફે ભૂરો ગુલામ હુશેન સુંભણીયા સામે અગાઉ સલાયા વિસ્તારમાં વિવિધ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સામે ખંડણી, ચોરી, મારામારી, માદક પદાર્થ ગાંજાના વેચાણ, ખરીદી અને હેરાફેરી તેમજ પોલીસ પર હુમલા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ આરોપી સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસને પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને દ્વારકા જિલ્લામાં પ્રવેશ નહીં કરવા અંગેની શરત મુકવામાં આવી હતી. દરમિયાન મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને સલાયા મરીન પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે ઉપરોક્ત શખ્સ સલાયા ટાઉન વિસ્તારમાં હાજર છે. જેના આધારે પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી કરી પાળેશ્વર તળાવની પાળ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું ચેકિંગ કરતા તેના ખિસ્સામાંથી ત્રાંબાની મૂઠ મળી આવી હતી. જેથી હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટની શરતોનું ઉલ્લંઘન કરી જિલ્લામાં પ્રવેશ કરવાના મામલે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ જિલ્લામાં બેલા પથ્થર ભરેલા 5 ટ્રકો ઝબ્બે:રૂા.77.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયા
    Next Article
    મુંબઈથી આવી પ્રતિબંધિત કેપ્સ્યુલ, બોગસ બિલિંગથી દાણચોરી:આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ કૌભાંડનો પર્દાફાશ, સલાયાથી યમન જતો રૂા. 80.77 લાખની પ્રતિબંધિત કેપ્સ્યુલનો જથ્થો ઝડપાયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment