Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જમીન પર દબાણનો માત્ર 8,045નો દંડ!:લોધીકાના રાવકીમાં સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલ અને કેબિનનું બનાવનારાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા આદેશ

    18 hours ago

    લોધીકા તાલુકાના રાવકી ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ અને કેબિન ખડકીને કબજો જમાવનારા ત્રણ આસામીઓને માત્ર રૂ. 8,045નો દંડ ફટકારવામાં આવ્યો છે. નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન રાવકી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 328ની આશરે 240 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવ્યું હતું. આ દબાણ રાજકોટના આંબેડકર નગર ખાતે રહેતા સુરેશ ડાંગર, રમેશ ડાંગર અને સુધીર રાખસીયા દ્વારા કમ્પાઉન્ડ વોલ, ઝાંપો અને નાની કેબિન બનાવીને કરવામાં આવ્યું હતું, જે અંગે મામલતદાર સમક્ષ કલમ-61 અને 202 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સામાવાળાઓને પક્ષ રજૂ કરવા તંત્ર તરફથી 3 વખત સમય આપવામાં આવ્યો હોવા છતાં હાજર ન રહેતા મામલતદારે ઉપલબ્ધ દસ્તાવેજો અને પંચરોજકામના આધારે અનધિકૃત દબાણ સાબિત માની કેસનો આખરી નિકાલ કર્યો હતો. જેમાં જંત્રી દર (ચો.મી. રૂ.1,676) મુજબ 2 વર્ષની કિંમત રૂ. 8,04,480 ના 1% લેખે ત્રણેય દબાણકારોને સંયુક્ત રીતે રૂ. 8,045નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ તમામ દબાણકારોને 7 દિવસમાં આ સરકારી જમીન પરથી દબાણ ખુલ્લું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીમાં આવતીકાલે ફરીયાદ સંકલન અને લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠક યોજાશે રાજકોટ જીલ્લા કલેકટર કચેરીએ આવતીકાલે ફરીયાદ સંકલન અને લેન્ડગ્રેબીંગ કમીટીની ખાસ બેઠક કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ફરીયાદ સંકલન સમીતીની બેઠકમાં જીલ્લાના મહત્વના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. જયારે લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠકમાં 30 કેસોની સુનાવણી કરવામાં આવશે. સવારના સેશનમાં જીલ્લા ફરીયાદ સંકલન સમીતીની બેઠક ધારાસભ્યો, સાંસદોની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં રોડ, રસ્તા, પાણી, ઘાસચારા સહિતના પ્રશ્નો તેમજ વિકાસ કામો અંગેના નિર્ણયો લેવામાં આવશે. જયારે સાંજના સેશનમાં યોજાનાર લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠકમાં 30 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. જે પૈકી 7થી 8 કેસોના અરજદારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે. ગૌશાળાની ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરો, સંચાલકોની કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન થવાના કારણે પશુધન માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. વરસાદ ખેંચાતા ઘાસચારો ફેલ થયો છે અને તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, જેના લીધે ગૌશાળાઓની ગાયોનો નિભાવ કરવો અત્યંત મુશ્કેલ બન્યો છે. મોંમાગ્યા દામ ચૂકવવા છતાં ઘાસચારો ન મળતાં કિશાન ગૌશાળા, કામધેનુ ગૌશાળા, રામકૃપા ગૌશાળા, વેલનાથ ગૌશાળા અને ગોકુલ ગૌશાળા સહિતના સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રૂબરૂ આવેદનપત્ર પાઠવી ફોરેસ્ટ વિભાગની વીડીનું ઘાસ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કલેક્ટર તંત્રને પરિપત્ર પાઠવવામાં આવ્યો હોવાનું જણાવાયું હોવા છતાં, સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. જેથી ગૌશાળા સંચાલકોએ ગાયો માટે તત્કાલ સુકા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ, લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 01 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણો સામે કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રસ્તા પર નડતર રૂપ 90 રેકડી/કેબીન, 413 પરચુરણ ચીજવસ્તુઓ અને 3408 કિલો શાકભાજી તથા ફળો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાહેર માર્ગો પરથી 1720 બોર્ડ-બેનરો પણ દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા નિયમભંગ કરાનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરતા મંડપ કમાન છાજલી ભાડા પેટે રૂ. 2,43,450 વસૂલ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વિસ્તારોમાંથી રૂ. 8,51,098 નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. શહેરના રસ્તાઓ સુગમ બનાવવા અને વાહનવ્યવહારની સુવિધા સુધારવા માટે આ કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    32 હજારથી વધુ લોકો જોડાયા શ્રમદાનમાં જોડાયા:'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 200 સ્થળો પર મહાસફાઈ અભિયાન, 216 ટન કચરાનો નિકાલ, 34 ટન પ્લાસ્ટિક અલગ કરાયું
    Next Article
    મનપા કમિશનર ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા:જાતે પાવડો લઈ કચરો ભર્યો, જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી 3500 ચાર્જ વસુલ્યો, કહ્યું-આપણા સૌની જવાબદારી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment