Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા:3500 ફૂટ લાંબા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ જોડાયા, 2 કિ.મી. લાંબી યાત્રા

    1 day ago

    બોટાદ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ માર્કેટિંગ યાર્ડથી રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના આગેવાનોએ લીલીઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં 3500 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બે કિલોમીટરના માર્ગ પર રાષ્ટ્રભક્તિનો માહોલ આ તિરંગા યાત્રા માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈને પાળિયાદ રોડ, હવેલી ચોક, જમીન ટોકીઝ, દીનદયાળ ચોક અને ટાવર રોડ સહિત આશરે બે કિલોમીટરના રૂટ પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન રસ્તાની બંને બાજુ એકઠા થયેલા શહેરીજનો, વેપારીઓ અને નાગરિકો દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. "ભારત માતા કી જય"ના નારાથી સમગ્ર બોટાદ શહેર ગુંજી ઊઠ્યું હતું. હાઈસ્કૂલ ખાતે યાત્રાનું સમાપન નગરભ્રમણ બાદ આ ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન સ્થાનિક હાઈસ્કૂલ ખાતે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક મંચ પર અશ્લીલ ડાન્સ, VIDEO:ગુજરાત માથે છઠ્ઠી સિસ્ટમ મંડાણી, બે દિવસ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં એલર્ટ, ટેન્કર-કારની ટક્કરમાં 3 લોકોનાં મોત
    Next Article
    સિવિલમાં નર્સની ગંભીર બેદરકારી:પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકને બાજુના બેડના બાળદર્દીનુ ઇન્જેક્શન આપી દીધું, મામલો RMO સુધી પહોંચતા ખુલાસો મંગાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment