Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    32 હજારથી વધુ લોકો જોડાયા શ્રમદાનમાં જોડાયા:'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 200 સ્થળો પર મહાસફાઈ અભિયાન, 216 ટન કચરાનો નિકાલ, 34 ટન પ્લાસ્ટિક અલગ કરાયું

    17 hours ago

    રાજ્ય સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ખાસ "સેવા સંકલ્પ અભિયાન"ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, આ અંતર્ગત પર્યાવરણ જતન અને સઘન સ્વચ્છતાના હેતુથી શ્રમદાન આપવાના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકારના દિશાનિર્દેશ હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક કક્ષાએ "મહાસફાઈ અભિયાન" યોજવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં શહેરીજનો શ્રમદાનમાં જોડાયા શહેરના અલગ-અલગ 200 સ્થળો પર આ સફાઈ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 6 એન્ટ્રી પોઈન્ટ્સ અને 7 મુખ્ય માર્કેટ વિસ્તારો, 70 શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ, 11 મુખ્ય રસ્તાઓ અને 40 ગાર્ડન/પાર્ક/સર્કલ, 2 રેલ્વે સ્ટેશન, 1 મુખ્ય બસ સ્ટેશન અને 7 સિટી બસ સ્ટેશનો, 7 જેટલાં ઐતિહાસિક સ્થળોએ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, નગરસેવકો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ., રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન્સ, સ્વચ્છાગ્રહીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો શ્રમદાનમાં જોડાયા હતા. સર ટી. હોસ્પિટલ ખાતે યોજાયેલા મેગા સફાઈ અભિયાનમાં મેયર, ભાવનગર પૂર્વના ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સહિત પદાધિકારીઓ, હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફ, નેશનલ મેડિકો એસોસિએશનના સભ્યો, નર્સિંગ હોસ્ટેલના સ્ટુડન્ટ્સ અને સફાઈ મિત્રોએ ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. 216 ટન કચરાનો નિકાલ કરાયો જનભાગીદારીથી યોજાયેલા આ અભિયાનમાં અંદાજે 32,354 લોકોએ શ્રમદાન આપ્યું હતું. જેસીબી, ટ્રેક્ટર, ટ્રક અને મિની ટીપર વાહનોની મદદથી 216 ટન કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરાયો હતો, જેમાં 24 ટન પ્લાસ્ટિક અલગ તારવવામાં આવ્યું હતું., સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે જાગૃતિના ભાગરૂપે હેવમોર ચોક, શિવાજી સર્કલ અને બોરતળાવ ખાતે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોને અંદાજે 3500 કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત નિયમિતપણે યોજાતા સફાઈ અભિયાનમાં જોડાઈને ભાવનગરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા તમામ શહેરીજનોને શ્રમદાન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઇકોર્ટની ટકોર:ભરતીની સ્થિતિ અંગે સોગંદનામુ રજૂ કરવા સરકારને નિર્દેશ, અધિકારીઓની પોસ્ટ જ ખાલી, વધુ સુનાવણી 23 ડિસેમ્બરે
    Next Article
    સરકારી જમીન પર દબાણનો માત્ર 8,045નો દંડ!:લોધીકાના રાવકીમાં સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલ અને કેબિનનું બનાવનારાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment