Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુડાનું 801 કરોડનું બજેટ મંજૂર કરાયું:અંકોડિયામાં 57 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે,દુકાન-પ્લોટ વેચીને 105 કરોડ મેળવશે

    1 week ago

    વુડા દ્વારા 2026-27નું બજેટ રજૂ કરાયું છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને આવાસ યોજના પર વિશેષ ભાર મૂકાયો છે. 801.70 કરોડની આવક સામે 643 કરોડનો ખર્ચ અંદાજાયો છે. જેમાં અંકોડિયામાં 57 ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. તદુપરાંત રોડ માટે 200 કરોડ અને ખાનપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 167 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વુડાની આર્થિક સ્થિતિનો આધાર ગ્રાન્ટ પર છે. વુડાને પ્રધાનમંત્રી આવાસ યોજના અને યુડીડીની 350 કરોડની ગ્રાન્ટ મળવાની આશા છે. બજેટમાં ખર્ચનો સૌથી મોટો હિસ્સો રોડ, એસટીપી, ડ્રેનેજ અને પાણી નેટવર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિંગ રોડ અને અન્ય રોડ પ્રોજેક્ટ્સ માટે 517 કરોડની જોગવાઈ છે. વુડા 2 વર્ષની જેમ આ વર્ષે પણ પ્લોટ વેચી 100 કરોડ મેળવશે. જ્યારે સરકારી ગ્રાન્ટ તરીકે વુડાને 300 કરોડ મળવાની સંભાવના છે. બજેટમાં ખર્ચમાં 36 ટકાનો વધારો કરાયો છે. વિકાસલક્ષી કાર્યોમાં ગત વર્ષ કરતાં 171 કરોડથી વધુનો વધારો કર્યો છે. જોકે ગત વર્ષ કરતાં બજેટનું કદ 119 કરોડ ઘટ્યું છે. લોજિસ્ટિક પાર્કનો ડીપીઆર મંજૂર, 5 કરોડની કમ્પાઉન્ડ વોલ બનશે શહેરના હાલોલ રોડ પર ટોલનાકા પાસે વુડા દ્વારા લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 80 વીઘા જમીનમાં લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવશે. વુડા દ્વારા આ વર્ષના બજેટમાં રૂા.5 કરોડની જોગવાઈ કરાઈ છે, જે રકમનો ખર્ચ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે થશે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી વેળાએ તેમાંથી નીકળતી માટી અહીંયાં ઠલવાઈ હતી. 75 મીટર રિંગ રોડ પર 27.54 કિમીના કામમાં અંડરપાસ અને 600 મીટર રસ્તાનું કામ બાકી શહેર ફરતે વુડા દ્વારા 75 મીટરનો રિંગ રોડ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત પહેલા તબક્કામાં પૂર્વમાં આજવા રોડ જેસિંગપુરાથી રતનપુર સુધી અને પશ્ચિમમાં અંકોડિયાથી ચાપડ સુધી 27.54 કિમીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેની પાછળ 271 કરોડનો ખર્ચ થયો છે. હજી અનેક જગ્યાએ રોડ બનાવવાનો બાકી છે તેમજ એક અંડરપાસ બનાવવાની કામગીરી કરાશે. આ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. વુડાને ક્યાંથી આવક થશે, ક્યાં ખર્ચ થશે?
    Click here to Read More
    Previous Article
    મિલકત વેરાની વસૂલાત:મિલકત વેરાના બાકીદારો માટે 31મી સુધી વ્યાજ માફીની યોજના લંબાવાઇ
    Next Article
    દબાણ કરાયા દૂર:મુક્તાનંદ ત્રણ રસ્તા તરફનાં દબાણ હટાવાયાં, 4 ટ્રક ભરી સામાન જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment