Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં 800થી વધુ યુવાનો ‘ખેલો ઈન્ડિયા સંવાદ’માં જોડાયા:PM મોદીના સંબોધનથી ખેલાડીઓને પ્રેરણા મળી

    11 hours ago

    વલસાડના ધરમપુર ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ-2026 અંતર્ગત ‘ખેલો ઈન્ડિયા સંવાદ–ખેલ કી બાત, PM કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે MY Bharat, વલસાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં યુવાનોને રમતગમત ક્ષેત્રે કારકિર્દી અને તકો અંગે માર્ગદર્શન અપાયું હતું. આશરે 800 વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના યજ્ઞસ્થળેથી વર્ચ્યુઅલ માધ્યમથી ‘ખેલો ઈન્ડિયા સંવાદ’માં જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇવ સંબોધન કર્યું હતું. તેમણે યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા, ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવા અને ભારતને રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા અને ફિટનેસ, શિસ્ત તથા સફળતા માટેના જરૂરી પાસાઓ અંગે સંવાદ કર્યો હતો. ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ને કેન્દ્રમાં રાખી આશ્રમ ખાતે બે દિવસીય રેસિડેન્શિયલ રિટ્રીટનું પણ આયોજન કરાયું હતું. આ રિટ્રીટમાં પોસ્ટર-મેકિંગ, ઝુમ્બા, પેનલ ડિસ્કશન તેમજ ક્રિટિકલ થિંકિંગ, AI અને સોશિયલ મીડિયા અંગે ઇન્ટરેક્ટિવ સેશન્સ યોજાયા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને નશામુક્ત, સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનની શૈક્ષણિક સંસ્થાઓની ‘ટાઈપ A’ કેટેગરીમાં પસંદગી થઈ હોવાની જાહેરાત કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી:દર્દીઓએ ડૉક્ટરોને રાખડી બાંધી, સ્નેહ અને વિશ્વાસનો સંબંધ મજબૂત બન્યો
    Next Article
    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાવિન રાવલ ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment