Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી:દર્દીઓએ ડૉક્ટરોને રાખડી બાંધી, સ્નેહ અને વિશ્વાસનો સંબંધ મજબૂત બન્યો

    9 hours ago

    સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ તબીબી સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાખલ દર્દીઓએ રાત-દિવસ તેમની સંભાળ રાખતા ડૉક્ટરોને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. દર્દીઓ અને તબીબો વચ્ચેના આ પવિત્ર સંબંધે સમગ્ર હોસ્પિટલ પરિસરને કૌટુંબિક ભાવથી ભરી દીધું હતું. સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, દર્દીઓએ મળેલી સારવાર બદલ આભાર વ્યક્ત કરવા માટે તબીબોને રાખડી બાંધવાની ઈચ્છા દર્શાવી હતી. આ પહેલથી તમામ ડૉક્ટરો ભાવુક બન્યા હતા. તેમણે ઉમેર્યું કે, રાખડીનો આ રેશમી દોરો દર્દીઓનો ડૉક્ટર પ્રત્યેનો ગાઢ વિશ્વાસ, આદર અને સ્નેહ દર્શાવે છે. ડૉ. પરમારે વધુમાં જણાવ્યું કે, દરેક ડૉક્ટર પોતાના દર્દીને શ્રેષ્ઠ સારવાર આપીને ઝડપથી સાજા કરવાનો પ્રયત્ન કરે છે. દર્દીઓ તરફથી મળતી આવી સ્નેહપૂર્ણ પ્રતિક્રિયાથી તબીબોની કામગીરી પ્રત્યેની જવાબદારી અને પ્રોત્સાહનમાં વધારો થાય છે. તેમણે આ આયોજન બદલ તમામ દર્દીઓનો આભાર વ્યક્ત કરીને તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી. હોસ્પિટલ પ્રશાસન, તબીબો અને દર્દીઓ વચ્ચે ઉજવાયેલા આ રક્ષાબંધન પર્વે સાબિત કર્યું કે, હોસ્પિટલ સારવારનું કેન્દ્ર હોવા ઉપરાંત માનવીય સંબંધો અને સંવેદનાઓનું પણ પવિત્ર ધામ છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારના સેટલમેન્ટ વિસ્તારમાં વન વિભાગની દમનગીરી સામે જનઆક્રોશ ​:જૂનાગઢમાં સંતો અને શ્રદ્ધાળુઓને હેરાન કરવાનો વન વિભાગ પર ગંભીર આક્ષેપ,કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલનની આપી ચીમકી.
    Next Article
    ધરમપુરમાં 800થી વધુ યુવાનો ‘ખેલો ઈન્ડિયા સંવાદ’માં જોડાયા:PM મોદીના સંબોધનથી ખેલાડીઓને પ્રેરણા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment