Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદને લીધે એસ.ટી.ની 800 ટ્રીપ રદ,36 હજાર મુસાફરોએ મૂશ્કેલી ભોગવી:રાજકોટ, મોરબી, સુ.નગર જિલ્લાની બસો પૂર્વવત, બાવળાવાળો રસ્તો બંધ હોવાથી અમદાવાદની બસો વાયા બગોદરા જતી

    23 hours ago

    વરસાદને પગલે રાજકોટ એસટી વિભાગની 800 ટ્રીપ રદ થતા 36,000 મુસાફરોએ મૂશ્કેલી ભોગવી હતી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની બસો રદ થતા મુસાફરોએ ખાનગી બસોનો સહારો લેવો પડ્યો હતો. રાજકોટથી અમદાવાદ અને સંતરામપુર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને માંડલ તેમજ ભુજથી અમદાવાદ જતી બસો બંધ હતી. જેને કારણે એસ.ટી. વિભાગને ત્રણ દિવસમાં 35 લાખની નુકશાની ગઈ છે. જોકે હજુ બાવળા જતો રસ્તો બંધ હોવાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી બસને વાયા બગોદરા થઈને ફરીને જવું પડતા મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વિભાગની કુલ 700થી 800 ટ્રિપ રદ થઈ રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી જે ભારે વરસાદ થયો એની અંદર રાજકોટ વિભાગની કુલ 700 થી 800 ટ્રિપ રદ થઈ છે. જ્યારે 1.20 લાખ કિલોમીટર રદ થયા છે અને એવરેજ રૂ.35 લાખની આવક ગુમાવવી પડી છે.રાજકોટથી અમદાવાદનો રસ્તો બંધ હતો. જે વાયા બગોદરા ચાલે છે. ધોળકાનો રોડ બંધ હજુ બંધ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર-અમદાવાદ, માંડવીથી ભુજ-અમદાવાદનો રોડ બંધ હતો. જોકે હવે તો અમદાવાદનો જે ડાયવર્ઝન હતો એમાં ચાલે છે. અત્યારે બધું સંચાલન ચાલુ થઈ ગયું છે. રાજકોટના ડિવિઝનના કુલ 9 ડેપોના મુસાફરોને મુસાફરીમાં મુશ્કેલી પડી જ્યારે બસો બંધ હતી ત્યારે મુસાફરોને કેટલીક મુશ્કેલી પડી ? તેવું પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, ના, કોઈ એવા મુસાફરના ફોન કે એવું કાંઈ આવ્યું નથી ને કોઈને મુશ્કેલી પડી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતનું આવન-જાવન અહિયાંથી રાજકોટથી સુરતની બસો ચાલુ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી એમ કુલ 9 ડેપો આવે છે. જેમાં સુરેન્દ્રનગરમાં વરસાદ વધારે છે એટલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા બાજુ અસર વધારે થયેલી છે. જ્યારે અંતમાં જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદનો જે મેઇન બાવળાવાળો રસ્તો બંધ છે એના લીધે વાયા બગોદરા થઈને અમદાવાદનું સંચાલન ચાલુ રાખેલું છે.
    Click here to Read More
    Previous Article
    તારાપુર APMCમાં ખેડૂત તાલીમ શિબિર યોજાઈ:બાગાયત યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું
    Next Article
    પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં 3 સિંહબાળની ગર્જના ગુંજી ઉઠી:ઝૂમાં સિંહ 'ધનંજય' સાથેના સંવનનથી સિંહણ 'ધરતી'એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો, 20 સિંહોનો થયો પરિવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment