Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં 3 સિંહબાળની ગર્જના ગુંજી ઉઠી:ઝૂમાં સિંહ 'ધનંજય' સાથેના સંવનનથી સિંહણ 'ધરતી'એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો, 20 સિંહોનો થયો પરિવાર

    21 hours ago

    રાજકોટ મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતેથી વન્યજીવ સૃષ્ટિ અને પ્રકૃતિપ્રેમીઓ માટે અત્યંત ખુશીનાં અને ઉત્સાહવર્ધક સમાચાર આવ્યા છે. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં એશિયાઇ સિંહના સંવર્ધન ક્ષેત્રે અદ્ભુત સફળતા મળતાં નવા 3 સિંહબાળની ગર્જના ગુંજી ઉઠી છે. રાજકોટનાં પ્રાણીઉદ્યાનમાં એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી વચ્ચે સફળ સંવનન બાદ 107 દિવસના ગર્ભાવસ્થાના અંતે માદા સિંહણ ધરતી દ્વારા તારીખ 22/07/2026ના રોજ રાતના સમયે 3 તંદુરસ્ત સિંહ બાળકોને સફળતાપૂર્વક જન્મ આપવામાં આવ્યો છે. આ નવજાત સિંહબાળોના જન્મથી ઝૂ સત્તાવાળાઓ તેમજ વન્યજીવ સૃષ્ટિમાં આનંદ અને ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે. આ 3 સિંહબાળનાં આગમનથી રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 20 પર પહોંચી છે. સિંહણ અને બચ્ચાઓનું CCTVથી સતત 24 કલાક મોનીટરીંગ પ્રાપ્ત વિગત મુજબ સિંહણ ધરતી દ્વારા જન્મેલા ત્રણેય નવજાત સિંહબાળો તેમજ તેમની માતા ધરતી હાલ સંપૂર્ણપણે સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત સ્થિતિમાં છે. ઝૂના વેટરનરી ઓફિસર તેમજ તેમની નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા માતા અને નવજાત બચ્ચાઓની વિશિષ્ટ આરોગ્ય વિષયક કાળજી લેવામાં આવી રહી છે. સિંહણ અને બચ્ચાઓની દિનચર્યામાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ કે ખલેલ ન પહોંચે તે હેતુથી સીસીટીવી (CCTV) કેમેરાની મદદથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક સતત મોનીટરીંગ અને ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે. 105 દિવસની ગર્ભાવસ્થાના અંતે 3 સિંહબાળને જન્મ આપવામાં આવ્યો હતો અગાઉ તારીખ 11/06/2026 ના રોજ પણ ઝૂ ખાતે સિંહણ 'ધારા' દ્વારા સિંહ નર 'ધનંજય' સાથેના સંવનન બાદ 105 દિવસની ગર્ભાવસ્થાના અંતે 3 સિંહબાળને જન્મ આપવામાં આવ્યો હતો. સિંહણ ધારા માટે તે બીજી સુવાવડ હતી અને તેણે આ પહેલા તારીખ 05/12/2025 ના રોજ 2 સિંહબાળને જન્મ આપ્યો હતો. આમ ધારા બાદ હવે ધરતીના સફળ પ્રસવથી રાજકોટ ઝૂ ખાતે એશિયાઇ સિંહોની કુલ સંખ્યા વધીને 20 પર પહોંચી ગઈ છે. આ 20 સિંહોના કુટુંબનું માળખું જોઈએ તો તેમાં 04 પુખ્ત નર, 08 પુખ્ત માદા, 02 પાઠડા નર (યુવાન સિંહ) અને 06 નાનાં અને નવજાત બચ્ચાઓનો સમાવેશ થાય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે આ નવા જન્મેલા સિંહ બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ 58 સિંહબાળનો સફળતાપૂર્વક જન્મ થયેલ છે. ઝૂ ખાતે દર વર્ષે અંદાજિત 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે સામાન્ય વન્યજીવ વિજ્ઞાનના નિયમો અનુસાર સિંહ, વાઘ અને દીપડા જેવા બિલાડી કુળના મોટા હિંસક પ્રાણીઓ સરેરાશ 2 થી 3 બચ્ચાંને જન્મ આપતા હોય છે, જ્યારે જૂજ કિસ્સાઓમાં જ 1 અથવા 4થી 5 બચ્ચાઓનો જન્મ થાય છે. રાજકોટ પ્રાણીઉદ્યાનની વિશેષતા એ છે કે તેનો વિકાસ સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન હેઠળ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યો છે. અહીં વન્યપ્રાણીઓને કુદરતી જંગલ સ્વરૂપનું નૈસર્ગિક વાતાવરણ મળતું હોવાથી સિંહો અને સફેદ વાઘનું સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. કેન્દ્રીય ઝૂ ઓથોરિટીની 'વન્યપ્રાણી વિનિમય યોજના' હેઠળ રાજકોટ ઝૂ દ્વારા દેશના અગ્રણી પ્રાણીઉદ્યાનો જેવા કે મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ (પંજાબ), લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ (છત્તીસગઢ), કાંકરિયા ઝૂ (અમદાવાદ) અને સક્કરબાગ ઝૂ (જૂનાગઢ) ને એશિયાઇ સિંહો આપીને તેના બદલામાં અન્ય મહત્વની દુર્લભ પ્રજાતિઓના પ્રાણીઓ તેમજ પક્ષીઓ મેળવવામાં આવ્યા છે. વર્તમાન સમયે રાજકોટ ઝૂમાં જુદી-જુદી 70 પ્રજાતિઓના કુલ 614 જેટલા વન્યપ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાયા છે. ઝૂ ખાતે દર વર્ષે અંદાજિત 7 લાખ જેટલા મુલાકાતીઓ પધારે છે. પ્રાણીઉદ્યાનનો સતત આધુનિક ઢબે વિકાસ થતાં અને નવા સિંહબાળના ઉમેરાથી પ્રવાસીઓની સંખ્યામાં આગામી દિવસોમાં વધુ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદને લીધે એસ.ટી.ની 800 ટ્રીપ રદ,36 હજાર મુસાફરોએ મૂશ્કેલી ભોગવી:રાજકોટ, મોરબી, સુ.નગર જિલ્લાની બસો પૂર્વવત, બાવળાવાળો રસ્તો બંધ હોવાથી અમદાવાદની બસો વાયા બગોદરા જતી
    Next Article
    Neha Dhupia's Thai Vacation Comes With A Side Of Calamari And Fresh Coconut Water

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment