Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર:20 એપ્રિલથી 19 મે સુધી ઘર ગણતરી બાદ જનસંખ્યા ગણના માટે ઓર્ડરો નીકળ્યા, જાણો શું પ્રશ્ર પૂછશે

    2 days ago

    ભારત સરકાર દ્વારા 2027માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે, ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે. જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મતદારોની ગણતરી થશે. 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર અપાયો છે. જ્યારે 6 કર્મચારીઓ દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓના ખાસ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સિવાય 5 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રાજકોટમાં 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ 13.90 લાખ જનસંખ્યા નોંધાઈ હતી. 2021માં કોરોનાને કારણે વસ્તી ગણતરી ન થઈ શકે ત્યારે હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. જેને લઈને તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવી રહ્યા છે. સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક ભારતની વસ્તી ગણતરી-2027ની પુર્વ તૈયારી રૂપે રાજય/જિલ્લા/તાલુકા સ્તરે વસ્તી ગણતરી બાબતે મ્યુનિસિપલ કમિશ્નર/મુખ્ય અધિકારી/મામલતદાર/ વહીવટી અધિકારી વગેરે દ્વારા ક્ષેત્રિય કામગીરી કરનાર સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક કરવાની રહેશે. આમ દરેક ચાર્જ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના વિસ્તાર માટે વસ્તી ગણતરી અધિનિયમ- 1990 જોગવાઈ-3 હેઠળ સુપરવાઇઝરો/ગણતરીદારોને ભારતની વસ્તી ગણતરી-2027 ની ક્ષેત્રિત કામગીરી અને માહિતી એકત્રિત કરનાર તરીકે નિયુક્ત કરવાના થાય છે. પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી ભારત સરકારના ડીરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સના નિયામકના 6 ફેબ્રુઆરી, 2026 ના પત્રથી વર્ષ-2027માં જનગણના હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે ગુજરાત સરકારના નોટિફિકેશન 2 ફેબ્રુઆરી, 2026 મુજબ જનગણના -2027 ના પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે, 2029 એમ 30 દિવસના સમયગાળામાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂંક કરવાની થાય છે. જેથી વસ્તી ગણતરીના કામે નીચે મુજબના કર્મચારીની વસ્તી ગણતરીદાર/સુપરવાઇઝર તરીકે નિમણૂંક કરવા હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ કલેકટરે 3 કર્મચારીઓના વસ્તી ગણતરીની ખાસ કામગીરી માટેના ઓર્ડર કર્યા કર્મચારીનું નામ અને હોદ્દો - ફરજની કચેરી કયા નાયબ મામલતદારને કયા બદલી ? કર્મચારીનું નામ - હાલની ફરજ - ક્યાં બદલી થઈ? 1. અંકિત શેખડા - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) - શિરસ્તેદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 2. કનુભાઈ પરમાર - નાયબ મામલતદાર (મામલતદાર કચેરી, ધોરાજી) - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 3. યોગીરાજસિંહ ગોહિલ - નાયબ મામલતદાર (દબાણ -1, મામલતદાર કચેરી, લોધીકા)- શિરસ્તેદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર -1) 4. વસીમ રિઝવી - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર - 1) - નાયબ મામલતદાર (રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, રાજકોટ) 5. હિતેન્દ્રસિંહ ચુડાસમા - નાયબ મામલતદાર (દબાણ - 2, મામલતદાર કચેરી, કોટડાસાંગાણી) - પુરવઠા નિરીક્ષક (જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજકોટની વસ્તી કુલ વસ્તી: 13,90,640 પુરુષ વસ્તી: 52.43% સ્ત્રી વસ્તી: 47.47% સાક્ષરતા દર: 82.20% મુખ્ય ધર્મ: હિન્દુ (89.90%), ઇસ્લામ (7.68%), જૈન (1.90%) મુખ્ય ભાષા: ગુજરાતી
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 16 માર્ચે બંધ રહેશે:પ્રક્ષાલન વિધિ માટે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દર્શન બંધ
    Next Article
    ધ્રોલની સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ CET ટોપ-10માં:5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે મેળવ્યો રાજ્યમાં 9મો અને 10મો ક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment