Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલની સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ CET ટોપ-10માં:5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે મેળવ્યો રાજ્યમાં 9મો અને 10મો ક્રમ

    1 day ago

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં રાજ્ય કક્ષાએ 9મો અને 10મો ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. 5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે આ તેજસ્વી તારલાઓએ કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી આ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-5 માટે લેવાયેલી CET (Common Entrance Test) 2025-26 ના પરિણામોમાં આ નાનકડા ગામની સરકારી શાળાએ સમગ્ર ગુજરાતમાં ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે 5,90,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. મકવાણા લવ મનીષભાઈએ 120 માંથી 104 ગુણ સાથે રાજ્યમાં 9મો ક્રમ અને શિયાર ધ્રુવી નાથાભાઈએ 120 માંથી 103 ગુણ સાથે રાજ્યમાં 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.આ સફળતા એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ વિદ્યાર્થીઓએ કોઈ ખાનગી ટ્યુશનનો સહારો લીધો નહોતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને અથાગ પ્રયત્નોથી જ આ સિદ્ધિ શક્ય બની છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.શાળા પરિવારે આ તકે દાતાઓને અને શિક્ષણપ્રેમીઓને અપીલ કરી છે કે, ગ્રામીણ પ્રતિભાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે શાળાના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપે. જેથી ભવિષ્યમાં વધુ બાળકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગામનું નામ રોશન કરી શકે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર:20 એપ્રિલથી 19 મે સુધી ઘર ગણતરી બાદ જનસંખ્યા ગણના માટે ઓર્ડરો નીકળ્યા, જાણો શું પ્રશ્ર પૂછશે
    Next Article
    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:માથા પર નોટની થપ્પી ફેરવી હવામાં ઉડાવી, ઈન્સપેક્ટર મનોમન હસતા રહ્યા; મહેસાણા SPએ સસ્પેન્ડ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment