Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છારોડીના એલીજીયમ કાફેમાંથી હુક્કાબાર ઝડપાયું:ગ્રાહકો દોઢ કલાકના 800 રૂપિયા ચૂકવતા, સંચાલક હર્ષદ પ્રજાપતિ અને કર્મચારી વિવેક શર્માની ધરપકડ

    2 days ago

    અમદાવાદની સોલા પોલીસે છારોડી ખાતે આવેલા એલીજીયમ કાફેમાં રેડ પાડીને ગેરકાયદે હુક્કાબાર ઝડપી પાડ્યું છે. પોલીસે રેડ પાડતા જ અહીં 7 જેટલા ટેબલો પર યુવક યુવતીઓ સહિત 15થી વધુ ગ્રાહકો હુક્કાની મહેફિલ માણતા ઝડપાયા હતા. કાફેમાં કામ કરતા વિવેક શર્માની પૂછપરછ કરતા હુક્કાબારનો સંચાલક હર્ષદ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું હતું. અહીં આવતા ગ્રાહકોને ખુલ્લા મેદાનમાં દોઢ કલાક સુધી હુક્કો પીવાના રૂ. 800 વસુલવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. સોલા પોલીસે હુક્કા, ફ્લેવર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વિવેક શર્મા અને સંચાલક હર્ષદ પ્રજાપતિ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ આ જગ્યા ભાડે લીધી હતી અને એક માસથી અહીં કાફેની આડમાં હુક્કાબાર ચલાવતા હતા. મોડી રાત સુધી યુવક યુવતીઓ બેસીને હુક્કાની મહેફિલ માણતા હતા. દુબઈના ટૂર પેકેટના નામે 1.50 લાખની છેતરપિંડી ઘાટલોડિયામાં રહેતા મોનાબેન પટેલના પાડોશીએ ક્રીષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની 48 હજારમાં દુબઇના પેકેજની જાહેરાત જોઇ હતી. જે બાબતે વાત કર્યા બાદ મોનાબેને પણ રસ દાખવ્યો હતો અને પેકેજ તથા પાસપોર્ટ કઢાવવાના નાણાં ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી આવેલા શખ્સને ચૂકવ્યા હતા. જે બાદ ગઠિયાઓએ ટુર રદ્દ કરીને થોડા સમય બાદ ટુર કરવાનું કહીને હોટલ સહિતના ખર્ચના વધુ નાણાં પડાવ્યા હતા. જે બાદ પણ ગ્રાહકોને દુબઇ ન લઇ જતા મોનાબેન સહિતના લોકોએ નાણાં પરત માંગતા આરોપીઓએ ગલ્લા તલ્લા કર્યા હતા. આમ, મીઠાખળીમાં આવેલી ક્રિષ્ના ટુરના સંચાલકો સામે 1.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. રોડ પર બેસીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવનાર ઝડપાયો વેજલપુર પોલીસ રથયાત્રાને લઇને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી આધારે ફતેવાડીમાં રોડ પરથી એક આરોપીને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આરોપીના ફોનની ચકાસણી કરતા તેમાંથી ગુગલ વોઇઝ નામની એપ્લીકેશન મળી આવી હતી. જેથી પોલીસે 25 વર્ષીય સરફરાજ શેખ (રહે. અલમાસ ડુપ્લેક્ષ, ફતેવાડી)ને ઝડપી પાડી ફોનની તપાસ કરતા ગેરકાયદે કોલસેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું. આરોપી આ એપ્લીકેશન મારફતે વિદેશી નાગરિકોને લોન આપવાના નામે કોલ મેસેજ કરતો હતો. બાદમાં વિદેશી નાગરિકોને પે ડે લોન આપવાના નામે પ્રોસેસના બહાને નાણાં પડાવતો હતો. વેજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એસજી હાઇવે પર કારની અડફેટે વૃધ્ધનું મોત ધોળકામાં રહેતા 58 વર્ષીય નટવરભાઇ સુથાર ગત તા. 3ના રોજ પત્ની હર્ષિદાબેન સાથે એક્ટિવા લઇને માણસા ખાતે બેસણામાં ગયા હતા. બેસણુ પતાવીને વૃધ્ધ પતિ પત્ની ઘરે જઇ રહ્યાં હતાં. બંને ગ્રામ્ય એસપી ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે બ્રીજ પાસે એક કારના ચાલકે ટક્કર મારતા નટવરભાઇ અને હર્ષિદાબેન રોડ પર પટકાયા હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન નટવરભાઇને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા એસજી-2 ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંગડિયા પેઢીના 85 લાખ લઈ બે શખ્સો ફરાર પાટણના પ્રદિપસિંહ જાડેજા કાલુપુર દોશીવાડાની પોળમાં આવેલી મહેન્દ્ર પ્રવિણભાઇ એન્ડ કુ. નામની આંગડિયા પેઢીમાં મેનેજર છે. તેમની કુલ 10 બ્રાન્ચ પૈકી રાજકોટ બ્રાન્ચમાં બે વર્ષ પહેલા અનિરૂધ્ધસિંહ સોલંકીને રોકડ અને સોના ચાંદીના પાર્સલ લેવા નોકરીએ રાખ્યો હતો. ગત તા. 26 જુનના રોજ અનેક વેપારીઓએ આ પેઢીના નામથી રતનપોળમાં આવેલી અલગ અલગ આંગડિયા પેઢી ખાતે કુલ રૂ. 85 લાખના આંગડિયા કરાવ્યા હતા. જેથી મેનેજર પ્રદિપસિંહે તેમના ત્યાં કામ કરતા અનિરૂધ્ધસિંહને વિવિધ પેઢીઓમાંથી 85 લાખના આંગડિયા લેવા મોકલ્યો હતો. આ તમામ પેઢીઓની ઓફિસો નજીકમાં હોવા છતાંય અનિરુધ્ધસિંહ અડધો કલાક સુધી પરત આવ્યો નહોતો. જેથી તેને ફોન કર્યો ત્યારે નંબર પણ બંધ આવતો હતો. પ્રદિપસિંહે આંગડિયા પેઢીઓમાં તપાસ કરતા અનિરૂધ્ધસિંહ આંગડિયુ લઇ ગયો હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ સીસીટીવી તપાસ કરતા વી. પ્રવિણ કુ. આંગડિયા પેઢીમાં કામ કરતો જયદેવસિંહ વાઘેલા પણ અનિરૂધ્ધસિંહ સાથે જતો જોવા મળ્યો હતો. આમ, બંને 85 લાખની રકમ લઇને ભાગ્યા હોવાની શંકા પાકી બની હતી. જેથી બંનેની શોધખોળ કરતા બંનેના નંબર બંધ આવતા હતા, પરંતુ તેવામાં જ અનિરૂધ્ધસિંહના પિતાએ ફોન કરીને આ બંનેને રોકડ રકમ સાથે અમૃતસર પંજાબ પોલીસે પકડ્યા હોવાની જાણ કરી હતી. જેથી આરોપી અનિરૂધ્ધસિંહ સોલંકી અને જયદેવસિંહ વાઘેલાએ 85 લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત મામલે પ્રદિપસિંહે કાલુપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    નકલી નોટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:22 વર્ષથી ફરાર હતો, એકના ત્રણ ગણાની લાલચ આપતો
    Next Article
    લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારો ઝડપાયો:ગારિયાધાર પોલીસે તોફિલ દલને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment