Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મહેમાન બન્યા વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ:80થી વધુ ગાડીના કાફલો એરપોર્ટથી રવાના, RTO કચેરી અને 'વનતારા' ખાતે વૃક્ષારોપણ

    2 weeks ago

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યાવરણીય સંદેશનું સાક્ષી બન્યું છે. વેનેઝુએલાના બોલિવેરિયન પ્રજાસત્તાકના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આજે જામનગરની મુલાકાતે આવ્યા છે. તેઓ જામનગરની મુખ્ય આરટીઓ (RTO) કચેરી અને રિલાયન્સના 'વનતારા' પ્રકલ્પ ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ 80થી વધુ ગાડીના કાફલા સાથે એરપોર્ટથી રવાના થયા હતા. જામનગર એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા મુખ્ય આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પ્રાદેશિક પરિવહન કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. રિલાયન્સનો પ્રકૃતિ સંવર્ધન પ્રોજેક્ટ ત્યારબાદ તેઓ રિલાયન્સના પ્રકૃતિ સંવર્ધન પ્રોજેક્ટ 'વનતારા'ની ટૂંકી મુલાકાત લેશે. ત્યાં પણ તેઓ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની વૈશ્વિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ તમામ કાર્યક્રમો પૂર્ણ કરી તેઓ પરત પ્રસ્થાન કરશે. જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિની આ મુલાકાતને પગલે જામનગર જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. એરપોર્ટથી લઈને આરટીઓ કચેરી, વનતારા અને તેમના પ્રવાસના તમામ માર્ગો પર વ્યાપક અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ પર્યાવરણ દિને આહવામાં યોગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ:નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “એક પેડ માં કે નામ 3.0” અભિયાનને વેગ અપાયો
    Next Article
    રેસકોર્સ લાઇટિંગ પ્રોજેકટ પેન્ડિંગ:રાજકોટમાં 7 માળનું નવું ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવા સહિત રૂ. 85 કરોડનાં કામો મંજુર, જીમનું સંચાલન ખાનગી પેઢીને સોંપવાની દરખાસ્ત ફગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment