Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.80 હજારની સ્કોલરશિપ મળશે:વિદ્યાર્થીઓ 7 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

    8 hours ago

    ધોરણ-12 પછી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INSPIRE-SHE સ્કોલરશિપ યોજના શરૂ થઈ છે. આ યોજના હેઠળ પસંદગી પામનાર 12,000 વિદ્યાર્થીઓને દર મહિને રૂ.5,000 એટલે કે વર્ષે રૂ.60,000 મળશે. ઉપરાંત રિસર્ચ માટે વર્ષે રૂ.20,000ની વધારાની ગ્રાન્ટ સાથે કુલ રૂ.80,000 સુધીની સહાય મળશે. ધોરણ-12ના ટોપ-1% અને JEE-NEET રેન્કર્સ સહિતના પાત્ર વિદ્યાર્થીઓ 7 ડિસેમ્બર 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વર્ષ 2025માં ધોરણ-12 પાસ કરીને નિર્ધારિત વિજ્ઞાનના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આ લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને વધુમાં વધુ 5 વર્ષ અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી સહાય મળે છે. ત્રીજા અને ચોથા વર્ષમાં સમર રિસર્ચ પ્રોજેક્ટ માટે દર વર્ષે વધારાના રૂ.20,000ની મેન્ટરશિપ ગ્રાન્ટ અપાય છે. આમ તે 2 વર્ષમાં વિદ્યાર્થીને વાર્ષિક કુલ રૂ.80,000ની સહાય મળે છે. ઉંમર 17 થી 22 વર્ષ જરૂરી છે. કોણ અને કયા કોર્સ માટે અરજી કરી શકશે? શૈક્ષણિક લાયકાત | ધોરણ-12ની રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડની પરીક્ષામાં ટોપ-1% માં સ્થાન મેળવ્યું હોવું જોઈએ. અથવા JEE Main, JEE Advanced કે NEET માં ટોપ-10 હજાર રેન્ક હોવો જોઈએ. NTSE, JBNSTS ના સ્કોલર અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડના મેડલ વિજેતાઓ પણ અરજી કરી શકે છે. માન્ય કોર્સ | માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાં B.Sc., BS, ઇન્ટિગ્રેટેડ M.Sc. અથવા ઇન્ટિગ્રેટેડ MSના બેઝિક અને નેચરલ સાયન્સના કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. નિયમિત પ્રદર્શન | દર વર્ષે સ્કોલરશિપ ચાલુ રાખવા માટે સંતોષકારક શૈક્ષણિક પ્રદર્શન અને સંસ્થાના વડાની ભલામણ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ આવી રીતે કરી શકશે ઓનલાઇન અરજી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:શાસ્ત્રીમેદાનમાં આજથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ, બપોરે 2 વાગ્યે પંચનાથ પ્લોટથી પોથીયાત્રા નીકળી વ્રજધામ પહોંચશે
    Next Article
    રાજકોટના નવાગામ રંગીલા સોસાયટીની ઘટના:પતિએ લગ્નમાં ખર્ચ થયો છે કહી પિયરમાંથી રૂ.10 લાખ લાવવા દબાણ કર્યું; નવોઢાએ આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment