Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:રાજ્યમંત્રી પી. સી. બરંડાએ ધ્વજવંદન કર્યું, શ્રેષ્ઠ કામગીરી કરનારા સન્માનિત

    13 hours ago

    દાહોદ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સુખસર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્યમંત્રી અને દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી પી. સી. બરંડા, કલેકટર સુરભિ ગૌતમ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી બરંડાએ પોતાના પ્રવચનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય એ માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ છે. તેમણે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આદિવાસીઓથી લઈને શહેરીજનો અને અબાલવૃદ્ધ સૌ કોઈના કલ્યાણ માટે કટિબદ્ધ છે. મંત્રીએ દાહોદ જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના ફળ પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે સૌને એકતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરી વડાપ્રધાનના ૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી દ્વારા સુખસર તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેકટરને 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં મોડેલ સ્કૂલ વાંગડ ફતેપુરાએ પ્રથમ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બલૈયાએ દ્વિતીય અને નૂતન માધ્યમિક શાળા સુખસરે તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સુરક્ષા દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:કાર્યાલયના સેવક અમરભાઈના હસ્તે ધ્વજવંદન યોજાયું; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ:15 દિવસ પહેલા હવામાન, 7 દિવસ પહેલા રોગની જાણકારી મળશે, ઇરીગેશન મેનેજમેન્ટથી ખેતી સ્માર્ટ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment