Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:કાર્યાલયના સેવક અમરભાઈના હસ્તે ધ્વજવંદન યોજાયું; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    12 hours ago

    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વર્ષોથી કાર્યાલયમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા અમરભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી પરંપરા જાળવવામાં આવી હતી. કાર્યાલયના સેવક અમરભાઈના હસ્તે ધ્વજવંદન કરાયું જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયના સહાયક અમરભાઈએ ધ્વજવંદન કર્યું હતું. આ તબક્કે તેમની વર્ષોની નિષ્ઠાવાન સેવાઓને બિરદાવીને રાષ્ટ્રભાવના સાથે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ આ ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા, જેણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ ઉમેર્યો હતો. સાંસદ અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગુરુકૃપા ગેસ સર્વિસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ:80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કર્મચારીઓએ રક્તદાન કરી સેવા પર્વ ઉજવ્યું
    Next Article
    દાહોદમાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:રાજ્યમંત્રી પી. સી. બરંડાએ ધ્વજવંદન કર્યું, શ્રેષ્ઠ કામગીરી કરનારા સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment