Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગુરુકૃપા ગેસ સર્વિસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ:80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કર્મચારીઓએ રક્તદાન કરી સેવા પર્વ ઉજવ્યું

    11 hours ago

    દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે પાટણ ખાતે ગુરુકૃપા ગેસ સર્વિસ – ભારતગેસ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો હેતુ દેશભક્તિ સાથે સામાજિક સેવાનો સંદેશ આપવાનો હતો.આ રક્તદાન શિબિર એસ. કે. બ્લડ બેંક, પાટણના સહયોગથી યોજાઈ હતી. બ્લડ બેંકની તબીબી ટીમે રક્તદાતાઓની જરૂરી આરોગ્ય તપાસ અને સલામતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રક્તદાનની કામગીરી હાથ ધરી હતી.ગુરુકૃપા ગેસ સર્વિસે સ્વતંત્રતા દિવસની ઉજવણીને માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રાખતા, સમાજ માટે ઉપયોગી સેવાકાર્ય સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કર્યું હતું. ગુરુકૃપા ગેસ સર્વિસના ઓફિસ સ્ટાફ, ડિલિવરી સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે રક્તદાતાઓની નોંધણી, માર્ગદર્શન અને બ્લડ બેંકની ટીમ સાથે સંકલનની જવાબદારી સંભાળી હતી.વિશેષરૂપે, ગુરુકૃપા ગેસ સર્વિસના કર્મચારીઓએ પોતે પણ સ્વૈચ્છિક રક્તદાન કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. સ્ટાફ દ્વારા કરાયેલ રક્તદાનથી સંસ્થાની સામાજિક જવાબદારી અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી.ગુરુકૃપા ગેસ સર્વિસ પરિવાર દ્વારા જણાવાયું હતું કે, “દેશની આઝાદી માટે અનેક મહાનુભાવોએ બલિદાન આપ્યા છે. સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે રક્તદાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવું એ પણ સાચા અર્થમાં દેશ અને સમાજની સેવા છે.”આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા બદલ એસ. કે. બ્લડ બેંકની તબીબી ટીમ, રક્તદાતાઓ અને ગુરુકૃપા ગેસ સર્વિસના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે હોબાળો:પોલીસે ડ્રોનથી ટિયરગેસ ફેંક્યા; બેઅંત સિંહની હત્યાના દોષિતને પેરોલની માંગ
    Next Article
    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:કાર્યાલયના સેવક અમરભાઈના હસ્તે ધ્વજવંદન યોજાયું; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment