Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે હોબાળો:પોલીસે ડ્રોનથી ટિયરગેસ ફેંક્યા; બેઅંત સિંહની હત્યાના દોષિતને પેરોલની માંગ

    10 hours ago

    પંજાબની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા શીખ કેદીઓની મુક્તિની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓનું શનિવારે પોલીસ સાથે ઘર્ષણ થયું. તેઓ શીખ કેદીઓની મુક્તિની સાથે પૂર્વ CM બેઅંત સિંહની હત્યામાં સામેલ જગતાર સિંહ હાવરાને પેરોલ આપવાની માગ કરી રહ્યા છે. શનિવારે કૌમી ઇન્સાફ મોરચાની આગેવાની હેઠળ મોહાલીથી ચંદીગઢમાં ગવર્નર હાઉસ જઈ રહેલા પ્રદર્શનકારીઓ YPS ચોક પાસે એકઠા થયા. તેમને રોકવા માટે ચંદીગઢ પોલીસે સાવચેતીના ભાગરૂપે સવારથી જ બોર્ડર સીલ કરી દીધી હતી. ઉગ્ર ભીડે ટ્રેક્ટરની મદદથી બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો તો પોલીસે વોટર કેનન ચલાવી. આ છતાં પણ પ્રદર્શનકારીઓ ન માન્યા તો તેમને વિખેરવા માટે તેમના પર ગન અને ડ્રોનની મદદથી ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા. મોરચાના નેતાઓએ 21 ઓગસ્ટે પંજાબ બંધનું એલાન કર્યું છે. ચંદીગઢમાં ગવર્નર હાઉસ નજીક પહોંચેલા શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પ્રદર્શન સંબંધિત PHOTOS…. પ્રદર્શન સંબંધિત મોટા અપડેટ્સ...
    Click here to Read More
    Previous Article
    રાંચીમાં વિદ્યાર્થી નેતા મહતોને ધ્વજ ફરકાવતા રોકવામાં આવ્યા:હોસ્પિટલમાં પોલીસ સાથે ધક્કામુક્કી; JPSC-JSSC પરીક્ષા રદ કરાવવા માટે 13 દિવસથી ભૂખ હડતાળ પર
    Next Article
    પાટણમાં ગુરુકૃપા ગેસ સર્વિસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ:80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કર્મચારીઓએ રક્તદાન કરી સેવા પર્વ ઉજવ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment