Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ:15 દિવસ પહેલા હવામાન, 7 દિવસ પહેલા રોગની જાણકારી મળશે, ઇરીગેશન મેનેજમેન્ટથી ખેતી સ્માર્ટ બનશે

    15 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ખેડૂતો માટેની ખાસ મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેમાં સેટેલાઇટ આધારિત 15 દિવસ પહેલા હવામાનની જાણકારી, ખેતરના પાકની હેલ્થ, 7 દિવસ પહેલા જીવાત કે રોગની જાણકારી અને ઇરીગેશન મેનેજમેન્ટ જેવી બાબતો અંગેની સેવા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો પોતાના ઉત્પાદનમાં 20% જેટલો વધારો કરી શકે છે. જેનાથી ખેતી સ્માર્ટ અને ટકાઉ બની શકે છે. 'યંગ જનરેશન ખેતીથી દૂર ભાગી રહી છે' એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર પારુલ ટાંકે કહ્યું હતું કે, અમારું જે સ્ટાર્ટઅપ છે તે એગ્રીટેક રિલેટેડ છે. તેમાં અમે એપ્રિલ 2023થી સેટેલાઇટ બેઝ્ડ પ્રિસિઝન ફાર્મિંગ ઉપર કામ કરી રહ્યા છીએ. આજની પરિસ્થિતિ પ્રમાણે યંગ જનરેશન ખેતીથી દૂર ભાગી રહી છે. તેમાં ઘણા કારણો જવાબદાર છે. પહેલાં તો મોસમની અનિશ્ચિતતા, જમીનની ગુણવત્તા, પાક ઉપર રોગ અને જીવાતનો ખતરો તેમજ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયનો અભાવ. આ બધાં કારણોથી ખેતીમાં જે ઉત્પાદન થવું જોઈએ તે થતું નથી અને ખેતીનો જે ખર્ચ છે તે વધી જાય છે. ખેતરના કયા ખૂણે પાકની હેલ્થ કેવી તે એપ્લિકેશનમાં ખબર પડી જશે અમે સેટેલાઇટમાંથી રો ફોર્મમાં ડેટા લઈ તેનું એનાલિસિસ અને પ્રોસેસિંગ કરીએ છીએ અને ખેડૂતોને એ પ્રમાણે અલગ અલગ 9 સર્વિસીસથી પ્રોવાઇડ કરીએ છીએ. તેના માટે અમે એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. તેમાં પહેલાં તો સોઇલ એનાલિસિસ, સોઇલ મોઇશ્ચર, વેધર ફોરકાસ્ટિંગ આવે છે. તેમાં 15 દિવસ અગાઉ વેધરની જાણકારી આપીએ છીએ. ક્રોપ કેલેન્ડર, ક્રોપ હેલ્થ મોનિટરિંગમાં ફાર્મર જ્યાં પણ હોય (ઓફિસમાં, ઘરે કે બહાર) તો મોબાઇથી તેને ખબર પડી જાય છે કે તેના ખેતરના કયા ખૂણે તેના પાકની હેલ્થ કેવી છે. 7 દિવસ પહેલાં જ પાકમાં જીવાત હશે તો જાણ થશે આ ઉપરાંત પેસ્ટ એન્ડ ડિસીઝ ફોર વોર્નિંગમાં 7 દિવસ પહેલાં જ કહી દઈએ છીએ કે તેના પાકમાં આ જીવાત અથવા તો આ રોગ આવી શકે છે કે આવી઼ છે. જેથી તે શરૂઆતથી જ એને નષ્ટ કરી શકે. આ સાથે જ ઈમેજ એડવાઇઝરી કે જેમાં ફાર્મરને કયો રોગ કે કઈ જીવાત છે તે ખબર ન હોય તો તે ફોટો ખેંચીને પણ મોકલી શકે છે. અમે તેનું સોલ્યુશન પ્રોવાઇડ કરીએ છીએ. 9 સર્વિસીસના ઉપયોગથી ફાર્મરને ઇનપુટ કોસ્ટ ઘટશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટમાં અમે પૂરેપૂરું ઇરિગેશનનું શેડ્યૂલ બનાવીને આપીએ છીએ, જેથી પાણીનો બગાડ ઓછો થાય. અમારું જે વિઝન છે કે આ આધુનિક ટેક્નોલોજી દરેક ખેડૂત સુધી પહોંચે અને સ્માર્ટ અને ટકાઉ બને. 25 લાખની સિડ સપોર્ટ ફંડ સહાય મંજૂર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરે રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SUSEC હેઠળના એડવિક એજીવેન્ચર પ્રાઈવેટ લિમિટેડ સ્ટાર્ટઅપને ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ/ઈનોવેશન પોલિસી - 2020 અંતર્ગત યોજાયેલી 22મી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં ₹25 લાખની સિડ સપોર્ટ ફંડ સહાય મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી દ્વારા સ્ટાર્ટઅપને તેની નવીનતા તથા ટેક્નોલોજી આધારિત કૃષિ ઉકેલ માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ માન્યતા પ્રાપ્ત થઈ છે. ખેડૂતોને આ ફાયદો થશે એડવિક એજ્યુવેન્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસાવવા આવેલી સેટેલાઇટ આધારિત ખેતી કૃષિ એપ્લિકેશન આધુનિક ઉપગ્રહ આધારિત ટેક્નોલોજી અને ડેટાના ઉપયોગ દ્વારા ખેડૂતોને પાક વ્યવસ્થાપન, જમીનની સ્થિતિનું વિશ્લેષણ, ઉપજમાં વધારો તેમજ પાણી, ખાતર અને અન્ય કૃષિ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અંગે વૈજ્ઞાનિક અને ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આ ટેક્નોલોજી સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. મેન્ટરશિપ, કો-વર્કિંગ સ્પેસ, પ્રોટોટાઇપિંગ સુવિધાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયરશિપ કાઉન્સિલ રાજ્યમાં નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. SUSEC દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકો, નવપ્રવર્તકો અને સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ, કો-વર્કિંગ સ્પેસ, પ્રોટોટાઇપિંગ સુવિધાઓ, સરકારી ગ્રાન્ટ, ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન, રોકાણકારો સાથે જોડાણ તેમજ વિવિધ ક્ષમતાવર્ધન કાર્યક્રમોથી સર્વાંગી સહયોગ પૂરો પાડવામાં આવે છે. આ સિદ્ધિ Advick AgVenture Private Limited, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા SU Startup and Entrepreneurship Council (SUSEC) માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે SUSECના કો - ઓર્ડિનેટર ડૉ.મહેશ જીવાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.એ.કે.જાડેજા તથા કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:રાજ્યમંત્રી પી. સી. બરંડાએ ધ્વજવંદન કર્યું, શ્રેષ્ઠ કામગીરી કરનારા સન્માનિત
    Next Article
    વઢવાણ સુરસાગર ડેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:ચેરમેન અને સ્ટાફની હાજરીમાં ધ્વજવંદન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment