Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:સાબરમતીના કિનારે 80 ફૂટ ઊંચાઈએ 300 વર્ષ જૂના કુંભેશ્વર મહાદેવ મંદિરે જવા 64 પગથિયાં ચઢવા પડે છે

    6 hours ago

    ગાંધીનગરના કોબા ગામે સાબરમતી નદીના કિનારે આવેલું કુંભેશ્વર મહાદેવ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. નદીથી આશરે 80 ફૂટ ઊંચાઈ પર આવેલા આ મંદિરે પહોંચવા 64 પગથિયાં ચડવા પડે છે. ચૂના અને ઈંટોથી બનેલા આ પ્રાચીન મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. કોબા ગામે સાબરમતી નદીના કિનારે કુંભેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું હોવાનું મનાય છે. પ્રાચીન સમયમાં આ સ્થળ આસપાસ જંગલ વિસ્તાર હોવાનું જાણવા મળે છે. નદીથી 80 ફૂટ ઊંચાઈએ મંદિરે દર્શન કરવા માટે 64 પગથિયાં ચડવા પડે છે. હાલ નદીમાં પાણી ન હોવાથી ભક્તો કોબા ગામ તરફથી મંદિરે પહોંચે છે. મંદિર શ્રાવણમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બને છે. સોમવારે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરાય છે. મંદિરના જીર્ણોદ્ધાર સાથે જોડાયેલી કેટલીક તકતીઓ પણ મંદિર પરિસરમાં જોવા મળે છે. તેમાં મોરબીના રાજા લખધીરજી મહારાજ અને અમદાવાદના શેઠ નંદલાલ બોડીવાલાએ મંદિરના જિર્ણોદ્ધાર માટે દાન આપ્યું હોવાનો ઉલ્લેખ છે. પૂજા-પાઠની પરંપરા પણ લાંબા સમયથી ચાલી આવે છે. નદીકાંઠેથી 80 ફૂટ ઊંચાઈએ મંદિર આવેલું છે કુંભેશ્વર મહાદેવ મંદિર સાબરમતી નદીના કિનારાથી આશરે 80 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે 64 પગથિયાં ચડવા પડે છે. નદીકાંઠે ઊંચાઈ પર આવેલું હોવાથી મંદિર સુધી પહોંચવાનો માર્ગ પણ વિશેષ છે. મંદિરમાં આજે પણ દાનની તકતીઓ જોવા મળે છે મંદિરના જૂના જીર્ણોદ્ધાર સાથે જોડાયેલી તકતીઓ આજે પણ પરિસરમાં જોવા મળે છે. તેમાં મોરબીના રાજા લખધીરજી મહારાજ અને અમદાવાદના શેઠ નંદલાલ બોડીવાલાએ મંદિર માટે દાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. કુંભેશ્વર સહિત નદીકાંઠાના મહાદેવનું આગવું મહાત્મ્ય કુંભેશ્વર મહાદેવનું મહત્વ ખૂબ જ છે. શ્રાવણ મહિનાના સોમવારે અહીં લાખો લોકો દર્શન માટે આવે છે. આ પૌરાણિક મંદિર છે અને અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલું હોવાનું માનવામાં આવે છે. સાબરમતી નદીકિનારે આવેલા ધોળેશ્વર, કુંભેશ્વર, કોટેશ્વર, દુધેશ્વર અને ભીમનાથ મહાદેવ પણ આ જ રીતે આસ્થાના કેન્દ્રો છે અને અહીં સ્વયંભૂ શિવલિંગ હોવાનું માનવામાં આવે છે. -યોગેશ નાયી, પુર્વ સરપંચ(કોબા ગામ)
    Click here to Read More
    Previous Article
    હીરાતળાવ પાસે થાંભલા પર બનેલી ઘટના:કડજોદરામાં વીજ લાઇન પર કરંટ લાગવાથી મોરનું મોત
    Next Article
    તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓનો ખોટો દાવો ખુલ્લો પડ્યો‎:આણંદની શાળા નં. 13 અને 16માં જોખમી પાઇપો ન હટાવતા ડીડીઓએ ઉધડો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment