Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓનો ખોટો દાવો ખુલ્લો પડ્યો‎:આણંદની શાળા નં. 13 અને 16માં જોખમી પાઇપો ન હટાવતા ડીડીઓએ ઉધડો લીધો

    6 hours ago

    ​આણંદના જાગનાથ મહાદેવ નજીક આવેલી મનપા સંચાલિત શાળા નંબર 13 અને 16ના કમ્પાઉન્ડમાં છેલ્લા 10 વર્ષથી પાણીની પાઇપોનો ખડકલો કરાયો છે. શાળાના પ્લે-ગ્રાઉન્ડમાં જ રમતગમતના સાધનો પાસે આ પાઇપો પડી હોવાથી નિર્દોષ ભૂલકાંઓને સતત અકસ્માત અને ઈજા થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ મામલે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હતું.અંતે શાળાની એસએમસી કમિટીના જાગૃત સભ્ય દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આધાર-પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હતી. આ રજૂઆતના આધારે મનપા તંત્રએ અરજદારને એવો કાગળીયો જવાબ પાઠવી દીધો હતો કે સંબંધિત વિભાગે પાઇપો હટાવી લીધી છે. ​તાલુકા સ્વાગત કાર્યક્રમના અધ્યક્ષ અને ડીડીઓ દેવાંગનાબેન સમક્ષ જ્યારે આ પ્રશ્ન આવ્યો, ત્યારે મનપાના ડેપ્યુટી કમિશનરે પણ જૂઠનો સહારો લેતાં દાવો કર્યો હતો કે, આ અમારી શાળા છે, પાઇપો સ્ટોકમાં હતી પરંતુ હવે હટાવી લેવાઈ છે. અધિકારીના આ જવાબ સામે કાર્યક્રમમાં હાજર અરજદારે તુરંત ઊભા થઈને પાઇપો યથાવત પડી હોવાના તાજેતરના ફોટોગ્રાફ્સ અધ્યક્ષ સમક્ષ રજૂ કરી દીધા હતા. ​અધિકારીની પોલ ખુલ્લી પડી જતાં અધ્યક્ષે ભારે નારાજગી વ્યક્ત કરી ડેપ્યુટી કમિશનરનો ઉધડો લીધો હતો. ડીડીઓએ સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, આવી બેદરકારી ના ચલાવી લેવાય, બાળકોને ઈજા પહોંચશે. તાત્કાલિક અસરથી આ પાઇપો અહીંથી હટાવો. ખોટા જવાબો આપીને મોં છુપાવવાની સ્થિતિમાં મુકાયેલા ડેપ્યુટી કમિશનરે આખરે ભૂલ સ્વીકારીને પાઇપો હટાવવાની ખાતરી આપવી પડી હતી. ખોટા અહેવાલો રજૂ કરીને તંત્રને ઉઠા ભણાવ્યાં‎ બાળકોના જીવ સાથે ખીલવાડ કરતી જોખમી સ્થિતિ દૂર કર્યા વગર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કાગળ પર ખોટા જવાબો રજૂ કરવાની નીતિ સામે રોષ વ્યાપ્યો છે.ઉચ્ચ અધિકારીઓ અને સ્વાગત કાર્યક્રમના અધ્યક્ષને ગેરમાર્ગે દોરનારા તથા ખોટો રિપોર્ટ આપનારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવા માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:સાબરમતીના કિનારે 80 ફૂટ ઊંચાઈએ 300 વર્ષ જૂના કુંભેશ્વર મહાદેવ મંદિરે જવા 64 પગથિયાં ચઢવા પડે છે
    Next Article
    સિવિલમાં એકસાથે બે વ્યક્તિની આંખોનું દાન:4ના જીવનમાં પ્રકાશ પથરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment