Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરાતળાવ પાસે થાંભલા પર બનેલી ઘટના:કડજોદરામાં વીજ લાઇન પર કરંટ લાગવાથી મોરનું મોત

    6 hours ago

    દહેગામ તાલુકાના કડજોદરા ગામના હીરાતળાવ વિસ્તારમાં વીજ લાઇનના થાંભલા પર વીજળીનો આંચકો લાગવાથી મોરનું મોત થયું હતું. સરપંચ અરવિંદસિંહ ઝાલાએ રખિયાલ GEBને જાણ કરતા ટીમે આવીને વીજ પુરવઠો બંધ કરી મોરને નીચે ઉતાર્યો હતો. ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામના કડજોદરા ગામ અંતર્ગત હીરાતળાવ વિસ્તારમાં એક મોર મુખ્ય વીજ લાઇનના થાંભલા પર આવી જતાં વીજળીનો આંચકો લાગવાથી મૃત્યુ પામ્યો હતો. સાંજે 7 કલાક આસપાસ સ્થાનિક લોકોએ થાંભલા પર મોરને જોયો હતો. આ વાતની જાણ લોકોએ ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલાને કરી હતી. સરપંચે તરત જ રખિયાલ GEB ના નાયબ ઇજનેરને ફોન કરીને પરિસ્થિતિ જણાવી હતી. માહિતી મળતા જ GEB ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરક્ષા ખાતર અને કોઈ માણસને અસર ન થાય તે માટે સૌથી પહેલા લાઇનનો પાવર બંધ કરાયો હતો. ત્યારબાદ કર્મચારીઓ અને ગામના લોકોએ સાથે મળીને મોરને થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો. તપાસ કરતા મોરનું સ્થળ પર જ મોત થઈ ચૂક્યું હતું. બનાવ બાદ GEB ની ટીમ અને લોકોએ સાથે મળીને આગળની વિધિ શરૂ કરી હતી. રાત્રે 9:30 વાગ્યા આસપાસ મોરની દફનવિધિ પૂરી કરવામાં આવી હતી. હીરાતળાવના સરપંચ અરવિંદસિંહ ઝાલાએ સમયસર આવીને કામગીરી કરવા બદલ GEB ના ઇજનેર વાઘેલા અને તેમની ટીમનો આભાર માન્યો હતો. આ ઘટના બાદ ગામમાં વીજ લાઇનો પાસે પક્ષીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અંગે વિચારણા શરૂ થઈ છે. હીરાતળાવ પાસે થાંભલા પર બનેલી ઘટના
    Click here to Read More
    Previous Article
    Kajari Teej Wishes 2026: सावन की घटा बीत गई, अब भादो की बारी आई... इन खास संदेशों से दें कजरी तीज की शुभकामनाएं
    Next Article
    ભાસ્કર વિશેષ:સાબરમતીના કિનારે 80 ફૂટ ઊંચાઈએ 300 વર્ષ જૂના કુંભેશ્વર મહાદેવ મંદિરે જવા 64 પગથિયાં ચઢવા પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment