Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી:પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીતના હસ્તે ધ્વજવંદન; સુબીર તાલુકાના વિકાસ અર્થે 25 લાખનો ચેક અર્પણ કરાયો

    10 hours ago

    ડાંગ જિલ્લાના સુબીર સ્થિત નવજ્યોત હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ હતી, જેમાં રાજ્ય અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને આદરપૂર્વક સલામી આપી હતી. આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ અને પ્રાસંગિક સંબોધન પ્રભારી મંત્રીએ દેશના આઝાદીના સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના 'રાષ્ટ્ર પ્રથમ' અને 'વિકસિત ભારત @2047'ના ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઝડપી વિકાસ સાધી રહ્યું છે. ડાંગ જિલ્લો પણ કુદરતી સૌંદર્ય સાથે શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓમાં આગળ વધી રહ્યો છે. જિલ્લામાં કરોડના વિકાસકામોની ભેટ આપવામાં આવી મંત્રીએ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન લોકાર્પિત થયેલા વિકાસકામોની માહિતી આપી હતી. જેમાં આહવામાં Rs. 12.14 કરોડના સ્ટાફ ક્વાર્ટર્સ, વઘઈમાં Rs. 21.50 કરોડની આદર્શ નિવાસી કુમાર શાળા, Rs. 24.10 કરોડની કન્યા શાળા અને ભવાનદગડમાં Rs. 7.47 કરોડના ખર્ચે બનેલી દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ નવી ARTO કચેરીનો સમાવેશ થાય છે. વધુમાં ડાંગને 14 નવી એસ.ટી. બસો ફાળવાઈ છે. બોર્ડની પરીક્ષાઓમાં ડાંગ જિલ્લાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ડાંગ જિલ્લાએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે માર્ચ-2026ની બોર્ડ પરીક્ષામાં HSC સામાન્ય પ્રવાહમાં 97.21 ટકા પરિણામ સાથે જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત SSCમાં 88.17 ટકા સાથે છઠ્ઠો અને HSC સાયન્સમાં 89.91 ટકા સાથે રાજ્યમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરેડ, આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ સમારોહમાં પરેડ નિરીક્ષણ, વોલી ફાયરિંગ અને સ્નિફર ડોગ ડેમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સુબીર પ્રાથમિક, માધ્યમિક, નવજ્યોત હાઈસ્કૂલ અને વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અંતમાં અતિથિઓના હસ્તે પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું સુબીર તાલુકાના વિકાસ કાર્યો માટે Rs. 25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરાયો હતો. તેમજ ઉત્કૃષ્ટ સનિષ્ઠ સેવા આપનાર 45 કર્મચારીઓ અને રમતગમત તથા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. રાજકીય-પ્રશાસનિક આગેવાનો અને અધિકારીઓની બહોળી હાજરી આ ગરિમાપૂર્ણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામીત, કલેક્ટર એન.ડી. પરમાર, DDO કુલદીપસિંહ ઝાલા અને SP પૂજા યાદવ સહિતના અનેક પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    બરડા ડુંગરથી 112 કિમી દૂર જામનગરના હડમતીયામાં સિંહણે દેખા દીધી:વનવિભાગને લોકેશન પર સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે
    Next Article
    અડાજણ હત્યાના પ્રયાસ કેસમાં વોન્ટેડ શખ્સ પકડાયો:હૈદરાબાદ બાદ MPમાં છુપાયેલા ટાઇલ્સ ફિટિંગના કારીગરને પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment