Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું અથડાવ્યું, VIDEO:અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું

    3 days ago

    અમદાવાદના ખાનપુરમાં એક પોલીસકર્મીનો દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને ઢોર મારમાર્યો છે. પોલીસકર્મીએ બિભત્સ ગાળો આપીને કર્મચારીને ગણતરીની સેકન્ડોમાં વાળ પકડીને આઠ ફડાકા મારી દિવલમાં માથું અથડાવ્યું હતું. આ મામલે શાહપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. રૂમ ન હોવાનું કહેતાં ઓફિસમાં પહોંચી રજિસ્ટાર ચેક કર્યું આ અંગેની મળતી માહિતી મુજબ, ખાનપુરમાં આવેલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના ભવન ખાતે રૂમ માટે ગાંધીનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો નવાઝ ગુલામ રસુલ આવ્યો હતો. નવાઝે રૂમની માંગણી કરી હતી, પરંતુ રૂમ ન હોવાથી ત્યાં કામ કરતા કર્મચારી શેખ મોહમદ ફરદીને રૂમ ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં નવાઝ બુકિંગ ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તે જાતે જ રજિસ્ટર ચેક કરવા લાગ્યો હતો. કર્મચારીને બેફામ ગાળો આપી માર માર્યો આ દરમિયાન મોહમદ ફરદીન ત્યાં આવ્યો હતો, જેના પર ઉશ્કેરાઇને નવાઝે ફરદીને માર મારવાનું શરૂ કર્યું હતું. નવાઝ ગાળો બોલીને ફરદીને આડેધડ લાફા મારી રહ્યો હતો. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં નવાઝ દાદાગીરી કરીને પોલીસ નહીં, પરંતુ ગુંડાની જેમ કર્મચારીને ઢોર માર મારી રહ્યો હતો. પોલીસકર્મી હોવાથી મામલો સમાધાન તરફ આ બનાવ અંગે ફરદીને શાહપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પોલીસ દ્વારા હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત નવાઝ પોલીસકર્મી હોવાથી સમગ્ર મામલે સમાધાન કરાવવામાં આવશે, તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જોકે આ પ્રકારનો બનાવ બનતા પોલીસ જ મોટાભાગના કેસમાં ત્વરિત ફરિયાદ નોંધે છે, પરંતુ આ કેસમાં આરોપી પોલીસ કર્મચારી હોવાથી હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ કર્મીને નિવેદન માટે બોલાવાશેઃ PI શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. ખાભલાએ જણાવ્યું કે, બનાવ અંગે અરજી મળી છે, જેથી પોલીસ કર્મચારીને નિવેદન માટે બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગીર પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષ પડતા રોડ બંધ:અમદાવાદ, વડોદરા સહિત વિવિધ જિલ્લામાં 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી; તૈયાર ખેતી પાકો પર સંકટ
    Next Article
    ચડોતર આંગણવાડી કેન્દ્ર-2માં આધુનિક નંદઘર શરૂ:રાજ્ય સરકારના સહયોગથી બાળ વિકાસને વેગ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment