Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બી.સી. એજન્ટે 8 મજૂરોના નામે લોન લઈ છેતરપિંડી કરી:પાટણના બાલીસણામાં ₹37.45 લાખની લોનમાંથી ₹34.21 લાખ ઓળવ્યા

    1 day ago

    પાટણના બાલીસણામાં બેંક ઓફ બરોડાના બી.સી. એજન્ટે 8 ખેતમજૂરોના નામે કુલ 37.45 લાખ રૂપિયાની લોન કરાવી. મજૂરોને 3.24 લાખ રૂપિયા આપીને બાકીના 34.21 લાખ રૂપિયા ઓળવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિષ્ણુભાઈ ચતુરભાઈ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી રમેશજી દુદાજી તખાજી ઠાકોર બાલીસણાના ઉગમણા ઠાકોરવાસમાં રહે છે. તેમની ફરિયાદ મુજબ, 2025ના ઓગસ્ટમાં વિષ્ણુભાઈએ ભેંસ ખરીદવા માટે લોન અપાવવાની વાત કરી હતી. તેણે 40 હજારની લોન મંજૂર થશે અને ફાઇલ ચાર્જ કાપ્યા પછી 30 હજાર રૂપિયા મળશે તેમ કહ્યું હતું. આરોપીએ આધાર કાર્ડની નકલ અને ફોર્મ પર સહીઓ લીધી હતી. લોનની પ્રક્રિયા માટે ફરિયાદીની 3 ભેંસોને અલગ-અલગ કપડાં પહેરાવી ફોટા પાડ્યા અને કાગળ પર 8 ભેંસો બતાવી હતી. ફરિયાદીને 30 હજાર રૂપિયા આપ્યા હતા. થોડા સમય પછી બેંકે 3.90 લાખ રૂપિયાની લોન બાકી હોવાની નોટિસ મોકલતાં મામલો સામે આવ્યો હતો. ફરિયાદ મુજબ, અન્ય 7 ખેતમજૂરો સાથે પણ આ જ રીતે છેતરપિંડી થઈ હતી. ભૂપતજી જીવણજી ઠાકોરના નામે 6.50 લાખની લોનમાંથી 40 હજાર આપીને 6.10 લાખ રૂપિયા ઓળવ્યા હતા. ગાંડાજી કરશનજી ઠાકોરના નામે 6.76 લાખની લોનમાંથી 30 હજાર આપીને 6.46 લાખ રૂપિયા લીધા હતા. અજયજી મદારજી ઠાકોરના નામે 5.98 લાખની લોનમાંથી 40 હજાર આપીને 5.58 લાખ રૂપિયા ઓળવ્યા હતા. જગદીશજી ભૂપતજી ઠાકોરના નામે 1.62 લાખની લોનમાંથી 50 હજાર આપીને 1.12 લાખ રૂપિયા લીધા હતા. બીજલજી તરસંગજી ઠાકોરના નામે 6.90 લાખની લોનમાંથી 40 હજાર આપીને 6.50 લાખ રૂપિયા ઓળવ્યા હતા. લાલાજી બાજલજી ઠાકોરના નામે 2.92 લાખની લોનમાંથી 45 હજાર આપીને 2.47 લાખ રૂપિયા લીધા હતા. અલ્કેશજી ચંદુજી ઠાકોરના નામે 2.85 લાખની લોનમાંથી 50 હજાર આપીને 2.35 લાખ રૂપિયા ઓળવ્યા હતા. ફરિયાદ મુજબ, આઠેય મજૂરોના નામે કુલ 37.45 લાખ રૂપિયાની લોન કરાવી, તેમને 3.24 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 34.21 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપમાં બાલીસણા પોલીસે વિષ્ણુભાઈ ચતુરભાઈ પટેલ સામે બી.એન.એસ.ની કલમ 318(4), 316(2) અને 316(5) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    રચિતની અંતિમયાત્રામાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા:અમદાવાદમાં અમેરિકાની IT કંપનીમાં આગને લીધે જીવ બચાવવા કુદેલા રાજકોટના યુવાનના મોતથી અરેરાટી
    Next Article
    હકાભા ગઢવીએ વિધવા મહિલાને રૂ. 5 લાખ આપ્યા:સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની હાજરીમાં ભાવનાબા રાજભા ગોહિલને રકમ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment