Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 8 PSIની આંતરિક બદલી:બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસમાં મૂકાયા, SP ડો.રવિ મોહન સૈનીએ આદેશ કર્યા

    13 hours ago

    જામનગર જિલ્લામાં ફરજ બજાવતા આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આ બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં રીડર-ટુ-અધિક્ષક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ ટી.બી. બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. એરપોર્ટ સિક્યુરિટી શાખાના પીએસઆઈ જે.બી. મોરસાણીયાની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયાને લીવ રિઝર્વ શાખામાં મુકવામાં આવ્યા છે. રીડર-ટુ-લાલપુર વિભાગ શાખાના પીએસઆઈ વી.આર. જોરીયાની એરપોર્ટ સિક્યુરિટી ખાતામાં બદલી કરવામાં આવી છે. પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ટી. મઠિયાને પણ લીવ રિઝર્વ શાખામાં બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત, જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ આર.એલ. કંડોરીયાની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.બી. બરબસીયાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. જ્યારે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયાને લીવ રિઝર્વ શાખામાં બદલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુ બ્રાહ્મણ સમાજની જિલ્લા કારોબારી બેઠકમાં નવી વરણી કરાઈ:જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુરુ બ્રાહ્મણ સમાજની સાધારણ સભા યોજાઈ: જિલ્લા પ્રમુખ,મહામંત્રી અને અન્ય હોદેદારોની સર્વાનુમતે વરણી
    Next Article
    સંજાણમાં બાળકોના ઝઘડાએ મોટું રૂપ ઘારણ કર્યુ:ઉમરગામ પોલીસે મારામારીના વીડિયોના આધારે આરોપીઓને ધરપકડ કરી,કાયદાનું ભાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment