Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજાણમાં બાળકોના ઝઘડાએ મોટું રૂપ ઘારણ કર્યુ:ઉમરગામ પોલીસે મારામારીના વીડિયોના આધારે આરોપીઓને ધરપકડ કરી,કાયદાનું ભાન કરાવ્યું

    14 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે 25 માર્ચના રોજ બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ઉમરગામ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મારામારીમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 25 માર્ચે સંજાણ ગામમાં પાડોશમાં રહેતા બાળકો રમતા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદમાં વડીલોના હસ્તક્ષેપથી પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી. વિવાદ વકરતા બે પરિવારો વચ્ચે ખુલ્લેઆમ અથડામણ થઈ હતી. બંને પક્ષના લોકો લાકડા અને ડંડા લઈને એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ હતી અને તેઓએ પણ લાકડા વડે પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ઉમરગામ પોલીસ સક્રિય બની હતી. પોલીસે વાઈરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મારામારીમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી હિંસક પ્રવૃત્તિઓને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. જાહેર શાંતિનો ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. શાંત ગણાતા સંજાણ વિસ્તારમાં આ હિંસક ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. જોકે, પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી કરતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને સમર્થન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 8 PSIની આંતરિક બદલી:બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસમાં મૂકાયા, SP ડો.રવિ મોહન સૈનીએ આદેશ કર્યા
    Next Article
    UCC Implement in Assam | આગામી દિવસોમાં આસામમાં UCC લાગુ થશે | Amit Shah | BJP | Govt | Law

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment