Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુ બ્રાહ્મણ સમાજની જિલ્લા કારોબારી બેઠકમાં નવી વરણી કરાઈ:જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુરુ બ્રાહ્મણ સમાજની સાધારણ સભા યોજાઈ: જિલ્લા પ્રમુખ,મહામંત્રી અને અન્ય હોદેદારોની સર્વાનુમતે વરણી

    11 hours ago

    ​જૂનાગઢની ગિરનાર તળેટી સ્થિત ભવનાથ ખાતે આવેલી લાલ સ્વામીની જગ્યામાં આજે રવિવારના રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ જિલ્લા ઘટક-જૂનાગઢની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કારોબારીની મુદ્દત પૂર્ણ થતા રાજ્ય પ્રમુખ જે.વી. શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. જેમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ​કાર્યક્રમની શરૂઆતમાં લાલ સ્વામીની જગ્યાના લઘુ મહંત પ્રવિણગિરિ મહારાજ અને ત્રિકમ સાહેબની જગ્યાના મહંત કાંતિબાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય લેતા પ્રમુખ રસિકભાઈ ધમ્મરે પાછલા બે વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ તકે રાજ્ય પ્રમુખ જે.વી. શ્રીમાળીએ સમાજનું બંધારણ અને સંગઠનલક્ષી પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ માટે સક્ષમ નેતૃત્વ જરૂરી છે. ​સભાના બીજા તબક્કામાં નવી વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સભ્યો દ્વારા પ્રમુખ તરીકે ચિરાગભાઈ કિશોરભાઈ ધમ્મર (ટીનમસ)ના નામની દરખાસ્ત મૂકવામાં આવતા તેમને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરાયા હતા. આ ઉપરાંત મહામંત્રી તરીકે જયદીપભાઈ નરશીભાઈ જોગેલ (કણજા) અને ખજાનચી તરીકે મનસુખભાઈ શામજીભાઈ રાબડીયા (જીંજરી)ની વરણી કરવામાં આવી હતી. ​નવનિયુક્ત ટીમને સમાજના સભ્યોએ અભિનંદન પાઠવી આગામી સમયમાં સામાજિક કાર્યો વધુ વેગવંતા બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્ય સંગઠન મંત્રી ડી.આર. ધોળકિયા અને કારોબારી સભ્ય વિજયભાઈ ગેડીયા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સામાજિક સમરસતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે સૌએ સમૂહમાં બ્રહ્મ ભોજન લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે MI vs KKR:શાર્દૂલે 2 ઓવરમાં 2 વિકેટ ઝડપી, ફિન એલન અને કેમરૂન ગ્રીનને આઉટ કર્યા; કેપ્ટન રહાણેએ ફિફ્ટી ફટકારી
    Next Article
    જામનગરમાં 8 PSIની આંતરિક બદલી:બુડાસણાને સિટી-એ ડિવિઝન પોલીસમાં મૂકાયા, SP ડો.રવિ મોહન સૈનીએ આદેશ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment