Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાન-બલ્લુભાઈની 8 શાળાઓનો 'Just Win!' રમતોત્સવ યોજાયો:19 રમતોમાં 1,695 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કાંકરિયા કેમ્પસ ચેમ્પિયન બન્યું

    8 hours ago

    દીવાન-બલ્લુભાઈની કાંકરિયા અને પાલડી/રાજનગરની આઠ શાળાઓ દ્વારા 'Just Win!' રમતોત્સવ-2026નું આયોજન કરાયું. વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, શિસ્ત અને ટીમભાવના વિકસાવવાનો તેનો હેતુ હતો. 19 રમતોમાં કુલ 1,695 વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. રમતોત્સવ 30 સપ્ટેમ્બરે ખો-ખોથી શરૂ થયો. 1 ઓક્ટોબરે ચેસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન યોજાયા. મુખ્ય તબક્કો 5 અને 6 ઓક્ટોબરે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ, કાંકરિયા ખાતે દોડ, કબડ્ડી, વોલીબોલ સહિતની સ્પર્ધાઓ સાથે યોજાયો. ઉદઘાટનમાં ડૉ. મહેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 690 મેડલ અને 22 ટ્રોફી અપાઈ. કાંકરિયા કેમ્પસને શ્રેષ્ઠ દેખાવ બદલ ચેમ્પિયન ટ્રોફી મળી. ટ્રસ્ટના ચેરમેન ડૉ. હેમાંગ દેસાઈ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. શાળા સંચાલન અને સ્ટાફના પ્રયાસોથી રમતોત્સવ સફળતાપૂર્વક પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    ખો-ખો સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ શાળાની બહેનો પ્રથમ, ભાઈઓ બીજા:ખેલ મહાકુંભ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની અંડર-૧૪ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ
    Next Article
    ઇન્ડસ યુનિવર્સિટીમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ શપથવિધિ અને સ્પર્ધા:ગાંધીનગર પ્રોહિબિશન વિભાગ અને SOGના સહયોગથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment