Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂલો સુધારવા ફોર્મ-8 ના 9289 અરજીઓ આવી:સાબરકાંઠા: મતદારયાદી સુધારણા ઝુંબેશમાં 20,628 ફોર્મ જમા થયા

    15 hours ago

    ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીને વધુ અદ્યતન અને ચોક્કસ બનાવવા ઓક્ટોબરના ત્રણ રવિવાર દરમિયાન વિશેષ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત ઓક્ટોબરની 11, 18, અને 25 તારીખના રવિવારના રોજ સાબરકાંઠાના વિવિધ બૂથ પર મળીને કુલ 20628 ફોર્મ જમા થયા હતા. જેમાં નવા મતદાર માટેના ફોર્મ 6માં 9960, નામ કમી કરવા માટેના ફોર્મ 7માં 1379 અને નામ સરનામા વગેરે વિગતો સુધારવા માટેના ફોર્મ 8મા 9289 ફોર્મ જમા થયા હતા. જિલ્લાવાસીઓ દ્વારા નામ સરનામા વગેરે વિગતો સુધારવા 9289 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો નામ કમી કરવા માટેના સૌથી ઓછા ફોર્મ ભરાયા હતા. જેની સંખ્યામાં 1379 હતી. ઓક્ટોબરના ત્રણ રવિવાર દરમિયાનના વિશેષ કેમ્પમાં હિંમતનગરમાં નવા મતદારોએ ફોર્મ 6-2309, ફોર્મ 7353 અને ફોર્મ 8-3140 ફોર્મ ભરાયા હતા. ઈડરમાં ફોર્મ 6-2119, ફોર્મ 7-368 અને ફોર્મ 8-2558, ખેડબ્રહ્મામાં ફોર્મ 6-3164, ફોર્મ 7-195 તથા ફોર્મ 8-1231 ભરાયા હતા. જ્યારે પ્રાંતિજમાં ફોર્મ 6-2368, ફોર્મ 7-463 તથા ફોર્મ 8-2316 ભરાયા હતા. ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધારે યુવા મતદારો દ્વારા ફોર્મ 6 ભરાયા હતા. જે 3164ની સંખ્યા થતી હતી. જ્યારે સૌથી ઓછા ફોર્મ 6 ઇડરમાં ફકત 2119 જ ભરાયા હતા. તો સૌથી વધારે નામ કમી કરવાના ફોર્મ 7 સૌથી વધારે પ્રાંતિજમાં ભરાયા હતા. જે સંખ્યા 463 થાય છે. જ્યારે સૌથી ઓછા ફોર્મ 7 ખેડબ્રહ્મામાં 195 ભરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:હિંમતનગર-નારાયણ સરોવર રૂટ પર હવે સ્લીપર બસ દોડશે
    Next Article
    સિસ્ટમ ખોરવાતાં અરજદારો રઝળ્યા:ઈ-નગર પોર્ટલ 26 દિવસથી બંધ હોઇ હિંમતનગર પાલિકામાં વેરા વસૂલાત ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment