Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:હિંમતનગર-નારાયણ સરોવર રૂટ પર હવે સ્લીપર બસ દોડશે

    16 hours ago

    મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુસર તંત્ર દ્વારા હિંમતનગરથી નારાયણ સરોવર વચ્ચે દોડતી બસ સેવા અંગે એક મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અગાઉ આ રૂટ પર 2x2 બેઠકવાળી બસ દોડાવાતી હતી. જેને હવે આધુનિક સુવિધાઓ યુક્ત સ્લીપર બસમાં રૂપાંતરિત કરાઈ છે. આ ફેરફારથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ આરામદાયક અને સુખદ અનુભવ મળશે. આ સ્લીપર બસનું ભાડું હિંમતનગરથી નારાયણ સરોવર સુધીનું બેઠકનું ભાડું રૂ. 474 અને આરામદાયક સોફા (સ્લીપર)નું ભાડું રૂ. 569 નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બસ તેના નિર્ધારિત માર્ગ પર અનેક મહત્વપૂર્ણ શહેરો અને ધાર્મિક સ્થળોને આવરી લેશે. હિંમતનગરથી ઉપડીને આ બસ વાયા મહેસાણા, હારિજ, રાધનપુર, સામખિયારી, ભચાઉ, અંજાર, ભૂજ, નખત્રાણા, માતાના મઢ અને વર્માનગર થઈને નારાયણ સરોવર પહોંચશે. હિંમતનગરથી નારાયણ સરોવર માટે બપોરે 2-30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 4-30 કલાકે નારાયણ સરોવર પહોંચશે.જ્યારે નારાયણ સરોવરથી બપોરે 1 -15 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 4 કલાકે હિંમતનગર પરત પહોંચશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળ એવા નારાયણ સરોવર જવા માટે ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ સ્લીપર બસ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બસમાં બુકિંગ વધારે મળી રહ્યું છે:ડેપો મેનેજર હિંમતનગરના એસટી ડેપો મેનેજર એચ.આર. પટેલે જણાવ્યું હતું કે, આ બસ સેવા ચાલુ કરવાથી નારાયણ સરોવર અને ખાસ કરીને વર્માનગર તરફ જતાં મુસાફરોને ભારે લાભ થયો છે, જેના કારણે આ બસમાં બુકિંગ વધારે મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભાડાના મકાનમાં ચાલતા દેહવેપાર પર AHTUની રેડ:એક યુવતીને મુક્ત કરાઈ, 6 હજારનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી સામે ગુનો નોંધાયો
    Next Article
    ભૂલો સુધારવા ફોર્મ-8 ના 9289 અરજીઓ આવી:સાબરકાંઠા: મતદારયાદી સુધારણા ઝુંબેશમાં 20,628 ફોર્મ જમા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment