Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના હોદ્દેદારો સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા;રૂ.519 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ

    10 hours ago

    સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનું ​રૂ. 519 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરતા ડોનેશન આપનાર લોકોને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરવામાં આવતી હતી. આઇટી વિભાગે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં નરોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રૂ. 519 કરોડના બોગસ ડોનેશન અને રૂ. 155 કરોડથી વધુની ટેક્સ ચોરી બદલ ફરિયાદ નોધાવી છે. 8થી 9 ટકા કમિશન કાપીને બાકીના નાણાં પરત કરતા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ રાજકીય પક્ષનો હેતુ કોઈ ચૂંટણી લડવાનો કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો નહોતો, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ કપાત મેળવવા માટે બોગસ રસીદો અપાતી હતી. ત્યારબાદ આ નાણાં 'જય ટ્રેડિંગ કંપની' નામની બોગસ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી, 8થી 9 ટકા જેટલું કમિશન કાપીને બાકીના નાણાં કરદાતાઓને રોકડા પરત કરી દેવાતા હતા. ચૂંટણી પંચ સમક્ષ દાનનો ખોટો અહેવાલ રજૂ કરાયો ​CA મયુરસિંહ રાઠોડ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ તૈયાર કરી, ડિજિટલ સાઇન કરીને ખોટો ઓડિટ ટ્રેલ ઉભો કરી ઇન્કમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ સમક્ષ પણ દાન અંગેનો ખોટો અહેવાલ રજૂ કરાયો હતો. આ સમગ્ર કૌભાંડ દ્વારા કરદાતાઓને ટેક્સ મુક્તિ અપાવીને આશરે રૂ. 155 કરોડની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોચાડ્યું હતું. આટલું જ નહી જમા થયેલા રૂપિયા અન્ય કૌભાંડ સાથે પણ લિંક હોવાની શક્યતા છે. આ અંગે ઇન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર મુકતેન્દ્રકુમારે ​સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલટન્ટ પાટણના મેહુલકુમાર ખત્રી અને સીએ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ​
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર:AAPમાંથી વાપસી કરનાર સૂર્યસિંહ ડાભીને વોર્ડ-2માંથી ટિકિટ, અત્યાર સુધીમાં 35 ઉમેદવારના નામ જાહેર; જુઓ લિસ્ટ
    Next Article
    મોરબીની હરીગુણ રેસિડેન્સીમાં વેલકમ નવરાત્રિ કાર્યક્રમ યોજાયો:50થી વધુ બહેનોએ ગરબા અને દાંડિયા સજાવટ સ્પર્ધામાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment