Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર:AAPમાંથી વાપસી કરનાર સૂર્યસિંહ ડાભીને વોર્ડ-2માંથી ટિકિટ, અત્યાર સુધીમાં 35 ઉમેદવારના નામ જાહેર; જુઓ લિસ્ટ

    10 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા રણનીતિના ભાગરૂપે વધુ 16 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અગાઉ જાહેર કરાયેલા 19 ઉમેદવારો સાથે મળીને અત્યાર સુધી 35 બેઠક પર ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ વોર્ડ નંબર 2 માંથી સૂર્યસિંહ ડાભીનું સામે આવ્યું છે, જેમના રાજકીય પ્રવાસ અને પક્ષ પલટાની ચર્ચાઓ હાલ સ્થાનિક રાજકારણમાં કેન્દ્રસ્થાને છે. જ્યારે વોર્ડ-4 અને 5માં તમામ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. સાથે જ વોર્ડ-6ના બેઠક નંબર ત્રણ પર પછાત વર્ગનો ઉમેદવાર પણ જાહેર કરાયો નથી. જો કે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલની સ્થિતિ ટાળવા આ નવ ઉમેદવારોને સીધા જ મેન્ડેન્ટ આપી ફોર્મ ભરી દેવાની સૂચના મળે તો નવાઈ નહીં. AAPમાં જઈને કોંગ્રેસમાં વાપસી કરનારને ટિકિટ વોર્ડ નંબર 2માં સામાન્ય બેઠક પરથી ટિકિટ મેળવનાર સૂર્યસિંહ ડાભી અગાઉ કોંગ્રેસ પક્ષમાં જ જિલ્લા અને શહેર પ્રમુખ જેવા મહત્વના પદો પર સેવા આપી ચુક્યા છે. જો કે સમય જતાં પક્ષે તેમને પદ પરથી હટાવીને સાઇડલાઇન કરી દીધા હતા, જેના કારણે નારાજ થયેલા સૂર્યસિંહે કોંગ્રેસ સાથેનો વર્ષો જૂનો નાતો તોડીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. આપમાં જોડાયા બાદ તેમને પ્રદેશ મંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ આ પદ તેમને માત્ર એક 'લોલીપોપ' સમાન લાગતા તેઓ આપથી પણ છેડો ફાડીને આખરે ફરીથી પોતાના જૂના પક્ષ કોંગ્રેસના શરણે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં 35 ઉમેદવારના નામ જાહેર કરાયા કોંગ્રેસ મોવડી મંડળ સાથે થયેલી આંતરિક સમજૂતી અને નક્કી થયા મુજબ જ તેમને અંતે વોર્ડ નંબર 2માંથી મેદાને ઉતારવામાં આવ્યા છે. સૂર્યસિંહ ડાભીની આ ઘરવાપસી અને ટિકિટ ફાળવણીથી વોર્ડ નંબર 2નું રાજકીય સમીકરણ રસપ્રદ બની ગયું છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી રણનીતિને વધુ ધારદાર બનાવવામાં આવી છે.ત્યારે આ રાજકીય ઉથલપાથલ આગામી ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડે છે તે તો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    સાઉદીએ પરમાણુ બોમ્બ બનાવવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યાનો રિપોર્ટ:અમેરિકા પરમાણુ વીજળી બનાવવાની ટેકનોલોજી આપી રહ્યું છે, ઇઝરાયલ કરી ચૂક્યું છે વિરોધ
    Next Article
    સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના હોદ્દેદારો સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા;રૂ.519 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment