Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ લાખમાં 8 દિવસનું નવજાત મુંબઇના ડોક્ટરને વેચ્યું:મહેસાણાના ગામથી દંપતી ડિલિવરી કરવા જતા ઝડપાયું, 8 સામે ગુનો દાખલ; બાળ તસ્કરીના મોટા કૌભાંડની આશંકા

    2 days ago

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર આવેલી લેજન્ડ હોટલ નજીક બસમાંથી એક દંપતીને ઝડપી પાડી 8 દિવસના નવજાત બાળકને મુક્ત કરાવ્યું છે. મુંબઈના ડોક્ટર સાથે ₹3 લાખમાં આ બાળકની તસ્કરી કરવાનો સોદો થયો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોલીસે દંપતી સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાથી મુંબઇ સુધી બાળ તસ્કરીનું નેટવર્ક ડીસીબી પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર ઉભેલી બસમાં તપાસ કરતા મનોજભાઈ કેશાભાઈ રાવળ અને તેમના પત્ની વિણાબેન રાવળ (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ) તેમના 8 વર્ષના પુત્ર તથા 8 દિવસના નવજાત બાળક સાથે મળી આવ્યા હતા. બંનેની સઘન પૂછપરછમાં મુંબઈના એક કથિત ડોક્ટર સાથે બાળકનો ₹3 લાખમાં સોદો નક્કી થયો હતો. સોદામાંથી ₹2 લાખ બાળકના માતા-પિતાને, ₹10 હજાર દલાલી પેટે નગીન નામના શખ્સને અને ₹20 હજાર બાળકને મુંબઈ પહોંચાડવા બદલ મનોજભાઈ તથા વિણાબેનને મળવાના હતા. વિણાબેનના ભાઈ સુનિલ રાવળ અને દલાલ શ્રવણ પારગીએ મુંબઈના ડોક્ટર સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. પોલીસ કાર્યવાહી અને કાયદાકીય આયોજન રેસ્ક્યુ કરાયેલા આઠ દિવસના નવજાત બાળકને તબીબી સારવાર અને સભાળ માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. વડોદરા પોલીસે આ મામલે મનોજ રાવળ, વિણાબેન રાવળ, સુનિલ રાવળ, નગીન, દલાલ શ્રવણ પારગી, બાળકના કથિત માતા-પિતા (બે અજાણ્યા વ્યક્તિઓ) અને મુંબઈના કથિત ડોક્ટર સહિત કુલ 8 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને બાળ ન્યાય અધિનિયમ 2015 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમના નામે 1.70 કરોડની છેતરપિંડી:બોગસ લેટરહેડનો ઉપયોગ કર્યો, મહિને 3થી 5 ટકા વળતરની લાલચ આપીને ઠગાઈ આચરી
    Next Article
    'સોશિયલ મીડિયા પર મોટી વાતો, પણ જમીન પર કશું નહીં':લિંબાયતના ક્રાંતિનગરના 300થી વધુ પરિવારો કેશડોલ સહાયથી વંચિત, વિરોધ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment