Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમના નામે 1.70 કરોડની છેતરપિંડી:બોગસ લેટરહેડનો ઉપયોગ કર્યો, મહિને 3થી 5 ટકા વળતરની લાલચ આપીને ઠગાઈ આચરી

    2 days ago

    વડોદરમાં ફીનો પેમેન્ટ બેંકની સુવર્ણ ગોલ્ડ લોન સ્કીમ અને કેશ મેનેજમેન્ટમાં રોકાણ કરાવવાના નામે એક રોકાણકાર સાથે રૂ.1.70 કરોડથી વધુની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તબક્કાવાર કુલ રૂ.3.30 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જોકે, પાછળથી આરોપીઓએ રૂ.1.60 કરોડ પરત કર્યા હતા, પરંતુ બાકી નીકળતા રૂ.1.70 કરોડ તેમજ કોઈ વળતર કે નફો આપ્યા વગર છેતરપિંડી આચરતા સમા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. અલગ-અલગ તારીખે રૂ.3.30 કરોડ પડાવી લીધા આ સમગ્ર કૌભાંડમાં કલ્પિત અશોકભાઈ સોની, સુરેન્દ્રકુમાર કિશોરલાલ શર્મા અને બિલાલ શાહીદઅહેમદ સૈયદ નામના શખ્સોએ ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. તેઓએ ફરિયાદીને સ્કીમમાં ઊંચું કમિશન અને નફો મેળવવાની લાલચ આપી હતી. આ માટે આરોપીઓએ ફીનો પેમેન્ટ બેંકના બનાવટી પૅમ્પ્લેટ, ચોપાનિયાં અને બેંકના બોગસ લેટરપેડને સાચા તરીકે રજૂ કરી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ-અલગ તારીખોમાં કુલ રૂ.3.30 કરોડ આરોપી કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી મેળવી લીધા હતા. મહિને 3થી 5 ટકા વળતરની લાલચ આપી હતી આ છેતરપિંડીમાં નવી મુંબઈ સ્થિત ફીનો પેમેન્ટ બેંકના જવાબદાર અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે. નવી મુંબઈ સ્થિત ફીનો પેમેન્ટ બેંકના 'કંપની સેક્રેટરી અને એવીપી લીગલ બસ્વરાજ લોની દ્વારા બેંકના લેટરહેડ પર વોલેટ એકાઉન્ટ ખોલવા માટે આઈસીઆઈસીઆઈ બેંકને પત્ર લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બેંકના SDM હિમાંશુ મિશ્રાએ વોટ્સએપ વીડિયો કોન્ફરન્સ આઈસીઆઈસીઆઈ દ્વારા ફરિયાદી સાથે સંવાદ કરી સ્કીમની શરતો સમજાવી હતી અને માસિક 3થી 5 સુધીનું ખાતરીપૂર્વકનું વળતર મળશે તેવી પાકી બાંહેધરી આપી હતી. 1.60 કરોડ જ પરત આપ્યા અને બાકીના 1.70 કરોડ પચાવી પાડ્યા આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા રૂ.3.30 કરોડમાંથી માત્ર રૂ. 1.60 કરોડ જ પરત આપ્યા હતા અને બાકીના રૂ. 1.70 કરોડ પચાવી પાડ્યા હતા. ફરિયાદીને રોકેલી મૂડી પર વચન મુજબનું કોઈ વળતર કે નફો આપવામાં આવ્યો નહોતો. આ ગુનામાં ફીનો પેમેન્ટ બેંકના કેટલાક જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ આરોપીઓ સામે એકબીજાની મદદગારીથી કાવતરું રચી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુરની પેટાચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:કોંગ્રેસ કાર્યકરના કપડા ફાડી નાખ્યા, સૂત્રોચ્ચાર અને ધરણા સાથે દિવસભર હાઈવોલ્ટેજ ડ્રામા
    Next Article
    ત્રણ લાખમાં 8 દિવસનું નવજાત મુંબઇના ડોક્ટરને વેચ્યું:મહેસાણાના ગામથી દંપતી ડિલિવરી કરવા જતા ઝડપાયું, 8 સામે ગુનો દાખલ; બાળ તસ્કરીના મોટા કૌભાંડની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment