Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરની પેટાચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:કોંગ્રેસ કાર્યકરના કપડા ફાડી નાખ્યા, સૂત્રોચ્ચાર અને ધરણા સાથે દિવસભર હાઈવોલ્ટેજ ડ્રામા

    3 days ago

    30 જુલાઈએ આજે વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વહેલી સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે બાદ ભાજપના આગેવાનો શેરીઓમાં ખેસ અને ઢોલ નગારા સાથે ખુલ્લેઆમ પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ તો ભાજપના આગેવાનો વસાહતોમાં જઈને દારૂ અને પૈસા આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જેને લઈ માંજલપુર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે કલેક્ટર ચેમ્બર બહાર ધરણા-સૂત્રોચ્ચાર કર્યાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યાં છે. ભાજપના આગેવાનો મતદાનના દિવસે પણ ખેસ સાથે ખુલ્લેઆમ પ્રચાર કરતા હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યો છે. આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ સાથે કોંગ્રેસ આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપ સામે કાર્યવાહી કરતું નથી. ઢોલ નગારા સાથે ભાજપના ધારાસભ્યો-આગેવાનો માંજલપુરમાં ફરી રહ્યા છે. કલેક્ટરને વીડિયો મોકલ્યા છતા પોલીસની કાર્યવાહી થઈ નથી. ઋત્વિજ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, કલેક્ટર અમારી રજૂઆત સાંભળીને ભાગી ગયા અહીંયાથી. રાષ્ટ્રીય પક્ષ સાથે આ રીતે વર્તન કરશો. અમને સાંભળો નહીં અને તમે કાર્યવાહી ન કરો, શું તમે ગભરાવ છો ભાજપના નેતાથી. આ સાથે જ કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની ચેમ્બર બહાર ધરણા પર બેસી ગયા છે. અને સૂત્રોચ્ચાર કર્યાં કે ‘ચૂંટણી પંચ ભાજપનો હાથો બનવાવું બંધ કરો’. 'વસાહતોમાં ભાજપે દારૂ-પૈસા આપ્યા' કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, 'સ્માર્ટ સિટી'ના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સિવાય કંઈ થયું નથી. આપણી સયાજીરાવની ઐતિહાસિક નગરીની ઓળખ અને સુંદરતા સંપૂર્ણપણે છીનવાઈ ગઈ છે. સત્તાધારી પક્ષ અને ભ્રષ્ટાચારીઓ પૈસાના જોરે સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. રેલવે કોલોની પાછળની વસાહતોમાં ભાજપે ખેસ પહેરીને ધમકી આપી અને દારૂ સાથે પૈસા પણ આપ્યા છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ જ્યારે બપોરના સમયે પંચશીલ વિધાલય ખાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી. કોંગ્રેસના કાર્યકરને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. એ સાથે જ એક કોંગ્રેસના કાર્યકરના તો કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે ઘર્ષણ અંગેની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ટોળા વિખેરી હાલ શાંતિમય માહોલ છે, જ્યાં ઘટના બની ત્યાં સીસીટીવી પણ હતા તેના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. 3 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર કુલ 2.19 લાખથી વધુ મતદાર (1.11 લાખ પુરુષ અને 1.07 લાખ મહિલા) નોંધાયેલા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપે સતીષ પટેલ તો કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યાં છે. 28 કર્મચારીની વેબકાસ્ટિંગ વ્યૂઈંગ ટીમ કાર્યરત માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે તમામ 260 મતદાન મથક પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પ્રત્યેક મતદાન મથક પર બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ મુજબ કુલ 520 કેમેરા દ્વારા મતદાન મથકોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. વેબકાસ્ટિંગ દ્વારા મળતા લાઈવ ફીડના અસરકારક મોનીટરીંગ માટે ધારાસભા હોલ ખાતે ઝોનવાર 28 કર્મચારીઓની વેબકાસ્ટિંગ વ્યૂઇંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે. દરેક ઝોન માટે એક કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે, જે પોતાના ઝોનના મતદાન મથક પર સતત નજર રાખી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં 60.48 ટકા મતદાન થયું હતું વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વડોદરા શહેરની અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર કુલ 60.48% મતદાન નોંધાયું હતું. જેમાં સ્વ. યોગેશ પટેલને 1,20,133 માટે મળ્યા હતા તો સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 19 હજાર માટે મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની 1 લાખ કરતા વધુ લીડથી જીત થઇ હતી. માંજલપુર વિધાનસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક ગણવામાં આવી રહી છે. સ્વ. યોગેશ પટેલ દ્વારા આ બેઠક ઉપર સતત જંગી લીડથી જીત મેળવવામાં આવી, ત્યારે આ વખતે પણ ભાજપ આ લીડને જાળવી રાખવાના પ્રયાસોમાં લાગી છે. માંજલપુરમાં મતદાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ઈરાન-અમેરિકા યુદ્ધમાં પહેલી વખત ઇજિપ્ત પર હુમલો:દામિયાતા પોર્ટ પર ડ્રોન એટેક, ગેસ ભરેલા બે જહાજોમાં આગ લાગી; ઈરાન પર આરોપ
    Next Article
    ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમના નામે 1.70 કરોડની છેતરપિંડી:બોગસ લેટરહેડનો ઉપયોગ કર્યો, મહિને 3થી 5 ટકા વળતરની લાલચ આપીને ઠગાઈ આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment