Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ મંડલ સહિત 8 આરોપીઓ અન્ય જેલમાં ટ્રાન્સફર થશે?:લાજપોર જેલમાં ગુજસીટોકના 70 કેદી, માથાભારે તત્વોથી જેલ સુરક્ષા જોખમમાં; જેલ ટ્રાન્સફર પર 25 ઓગસ્ટે સુનાવણી

    12 hours ago

    સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ ગુજસીટોક (GUJCTOC) એક્ટના 8 આરોપીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા માટે જેલ પ્રશાસને કોર્ટમાં અરજી કરી છે. ગોડાદરા પોલીસ દ્વારા જેલભેગા કરાયેલા આ આરોપીઓ દ્વારા જેલની સુરક્ષા અને શિસ્તનો ભંગ થતો હોવાથી સિનિયર જેલર પી. ડી. હીહોરીયાએ ખાસ નિયુક્ત ગુજસીટોક કોર્ટમાં પ્રિઝનર્સ એક્ટની કલમ-29 હેઠળ અરજી દાખલ કરી છે. ડીજીપી નયન સુખડવાલા મારફતે કરવામાં આવેલી આ અરજી પર કોર્ટે આરોપીઓને પ્રોસેસ ઈસ્યુ કરી વધુ સુનાવણી 25 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. લાજપોર જેલમાં ગુજસીટોકના 70 કાચા કામના કેદી અરજીમાં જણાવ્યા અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાં હાલમાં કુલ 3200 જેટલા કેદીઓ બંધ છે. જે પૈકી ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં કુલ 70 કેદીઓ જેલમાં છે. આ 70 કેદીઓમાં સુરત જિલ્લાના 47 અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવેલા 23 કેદીઓનો સમાવેશ થાય છે. આ માથાભારે આરોપીઓના કારણે જેલની આંતરિક વ્યવસ્થા તેમજ અન્ય સામાન્ય કેદીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જેલમાંથી ગેંગ ઓપરેટ થવાની, સાક્ષીઓને ધમકાવવાની આશંકા જેલ પ્રશાસને કોર્ટ સમક્ષ ગંભીર દલીલ કરી છે કે નિયમ મુજબ જેલમાં આરોપીઓને મળવા આવતા ગેંગના સાગરીતો કેદીઓની સૂચના મેળવી બહાર ગુના આચરે છે અથવા તો કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં કરે તેવી પ્રબળ સંભાવના છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારમાં પિંકી કુમાર વ્યંઢળ તથા સતીષ મરાઠેની થયેલી હત્યાની તપાસમાં ગુજસીટોકના આરોપી રાહુલ સોમન મંડલનું નામ સામે આવ્યું હતું, જેથી જેલ સુરક્ષા વધારવી અનિવાર્ય બની છે. રાહુલ મંડલ સહિત 8 કુખ્યાત આરોપીની જેલ બદલવા માંગ જેલ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે પકડેલા સતીશ મરાઠા હત્યામાં શામેલ થઇઆરોપીઓ—રાહુલ સોમન મંડલ, ઝાલમલાલ ઉર્ફે જગદીશ નાનુરામ કલાલ, આસીફ મોતી શેખ, શુભમ ઉર્ફે સન્ની કાલીયા લાલચંદ નાવિક, તાજીબ તસ્લીમ મલીક, શિવાકાંત ઉર્ફે શિવા ટકલા લલ્લન યાદવ, સાગર ઉર્ફે ભૈયા કોલી અને બીપીન વિજય ગડરીયા—આ 8 આરોપીઓને સુરતની લાજપોર જેલમાંથી ખસેડી રાજ્યની અન્ય જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કંપનીના બોસ બની પૈસા પડાવવાનો સાયબર ગઠિયાઓનો ખેલ:ચાંગોદરની કંપનીના એકાઉન્ટન્ટ પાસે 3 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા, બોસ અને ભાગીદાર સાથે કોન્ફરન્સમાં વાત કરતા સ્કેમ સામે આવ્યું
    Next Article
    અમરેલી LCBએ કડીયાળી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:પાડોશી જ ચોર નિકળ્યો, દિવાલ કૂદીને મકાનમાં પ્રવેશી વાસણોની ચોરી કરી, પોલીસે આરોપીને ઝડપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment