Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળમાં આ વર્ષે નિપાહ વાયરસનો પ્રથમ કેસ, હાઈ એલર્ટ જાહેર:દર્દી વેન્ટિલેટર પર, હોસ્પિટલ સ્ટાફ ક્વોરન્ટાઈન; 8 વર્ષમાં રાજ્યમાં 6ઠ્ઠી વખત સંક્રમણ ફેલાયું

    1 day ago

    કેરળના કોઝિકોડમાં રહેતો 43 વર્ષનો વ્યક્તિ નિપાહ વાયરસથી સંક્રમિત મળ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર્દી ફરોકનો રહેવાસી એક વેપારી છે. સામાન્ય તાવ આવતા તેને પહેલા પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને કોઝિકોડ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો. તેની હાલત ગંભીર છે અને તે વેન્ટિલેટર પર છે. આરોગ્ય મંત્રી કે. મુરલીધરને જણાવ્યું કે દર્દી મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ અને અન્ય સંભવિત સંપર્કોને ક્વોરન્ટાઈન રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલ પૂરતું ગભરાવાની જરૂર નથી. કેરળમાં આ વર્ષે નિપાહ વાયરસનો આ પહેલો કેસ છે. 2018 પછી રાજ્યમાં 6ઠ્ઠી વખત સંક્રમણ ફેલાયું છે. છેલ્લી વખત બે વર્ષ પહેલા 2024માં બે કેસ મળ્યા હતા. જેમાં એકનું મૃત્યુ થયું હતું. દર્દી નિપાહ વાયરસની ઝપેટમાં કેવી રીતે આવ્યો અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર્દીએ હાલમાં એક ગોડાઉન ભાડે લીધું હતું અને તેની જાતે સફાઈ કરી હતી. આશંકા છે કે આ દરમિયાન તે સંક્રમણની ઝપેટમાં આવ્યો હતો. નિપાહ વાયરસ મુખ્યત્વે ફ્રુટ બેટ (ફળ ખાનારા ચામાચીડિયા) દ્વારા ફેલાય છે. હવે આગળ શું... શું છે નિપાહ વાયરસ, પ્રથમ કેસ ક્યારે મળ્યો હતો WHO અનુસાર, વર્ષ 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં પ્રથમ વખત નિપાહ વાયરસની શોધ થઈ હતી. આ જ ગામના નામ પરથી તેનું નામ નિપાહ પડ્યું. સામાન્ય રીતે આ વાયરસ ચામાચીડિયા અને ભૂંડથી ફેલાય છે. જો આ વાયરસથી સંક્રમિત ચામાચીડિયું કોઈ ફળ ખાય છે અને તે જ ફળ કે શાકભાજી કોઈ મનુષ્ય કે પ્રાણી ખાય છે તો તે પણ સંક્રમિત થઈ જાય છે. નિપાહ વાયરસ ફક્ત પ્રાણીઓથી જ નહીં પરંતુ એક સંક્રમિત વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે. આ લાળ, લોહી અને બોડી ફ્લુઇડથી ફેલાઈ શકે છે. નિપાહ વાયરસના લક્ષણો બે થી ત્રણ દિવસમાં દેખાવા લાગે છે. તેના શરૂઆતી લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં ઓઈલ ટેન્કર પર અમેરિકી હુમલામાં 2 ભારતીયોના મોત:એક ગુમ; ઈરાન-અમેરિકામાં સતત બીજા દિવસે પણ હુમલા ચાલુ
    Next Article
    મહિલાઓને હોમમેકર નહીં પણ રાષ્ટ્ર નિર્માતા કહો- સુપ્રીમ કોર્ટ:તેઓ પરિવારનો પાયો મજબૂત કરે છે, તેમના કામની કિંમત દર મહિને ₹30,000 જેટલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment