Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો માટે બે મોટી યોજના:અધ્યાપકોના પુસ્તક પ્રકાશનનો ખર્ચ યુનિ. ઉઠાવશે, અધ્યાપકોને રિસર્ચ માટે 2 લાખ સુધીની ગ્રાન્ટ મળશે

    10 hours ago

    ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ અને ઇન્ટેન્સીપ યોજના શરૂ કરી હતી. જે બાદ હવે અધ્યાપકો માટે પણ બે યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા તમામ અધ્યાપકો માટે પ્રકાશન અને રિસર્ચ યોજના શરૂ કરાઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોના જ્ઞાન લોકો સુધી પહોંચાડવા યુનિવર્સિટી પોતાના ખર્ચે અધ્યાપકોના પુસ્તક પ્રકાશિત કરશે. પ્રકાશનથી લઈને પ્રકાશિત કરવા સુધીનો તમામ ખર્ચ ગુજરાત યુનિવર્સિટી જ ઉઠાવશે. તેમજ છેલ્લા 6થી 7 વર્ષથી રિસર્ચ માટે અધ્યાપકોને ગ્રાન્ટ ન મળતી હોવાથી તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રિસર્ચ કરવામાં આવતા અધ્યાપકોની અરજી મગાવી તેની સ્ક્રુટીની કરી બે લાખ સુધીની રિસર્ચ ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે અધ્યાપકોને રિસર્ચ માટે ગ્રાન્ટને લઈને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પ્રકાશનના સેટિંગથી લઈને પ્રકાશિત કરવા સુધીની પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી કરશે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી માટે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી સ્ટાફ ખૂબ અગત્યના હોય છે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોરલશિપ નથી તેમના માટે અલગથી સ્કોલરશીપ અને ઇન્ટર્નશિપ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ હવે અધ્યાપકો માટે બે યોજના શરૂ કરવામાં આવી છે. પ્રકાશનથી જ અધ્યાપકોના વિચારો અને જ્ઞાન લોકો સુધી પહોંચતું હોય છે. જેથી ગુજરાત યુનિવર્સિટી તમામ અધ્યક્ષકોના આવેદનપત્ર મગાવી રહી છે. તેમજ જે લોકોની સ્ક્રીપ્ટ ઓરીજનલ હશે જે જ્ઞાન લોકો સુધી પહોંચવું જોઈએ તેવા પ્રકારના જ્ઞાનને જે લોકો પ્રકાશિત કરવા માંગે છે તેના પુસ્તકો ગુજરાત યુનિવર્સિટી જ પ્રકાશિત કરી આપશે. અન્ય લોકો સુધી અધ્યાપકોનું જ્ઞાન પહોંચે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. પ્રકાશનના સેટિંગથી લઈને પ્રકાશિત કરવા સુધીની પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી કરશે અને સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે. 7 વર્ષથી ગ્રાન્ટ અપાતી નથી, હવે અધ્યાપકોને 2 લાખ સુધીની ગ્રાન્ટ મળશે અધ્યાપકો માટેની રિસર્ચ યોજનાને લઈને ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, તેમજ બીજી યોજના અધ્યાપકોના રિસર્ચ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં UGC સ્કીમ એવું કહે છે કે અધ્યાપકોના રિસર્ચ માટે આર્થિક મદદ મળવી જોઈએ. પરંતુ છેલ્લા 6 કે 7 વર્ષથી અધ્યાપકોને રિસર્ચ માટે ગ્રાન્ટ આપવામાં આવતી નથી. મેજર કે માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારની ગ્રાન્ટ અધ્યાપકોને છેલ્લા ઘણા સમયથી આપવામાં આવતી નથી. જેથી ગુજરાત યુનિવર્સિટી તેમના અધ્યાપકો માટે રિસર્ચ ગ્રાન્ટની વ્યવસ્થા કરી રહી છે. બે લાખ સુધીની મર્યાદામાં જે પણ અધ્યાપકોને રિસર્ચ માટે ગ્રાન્ટ જોઈએ છે તો તે આપવામાં આવશે. તેમના રિસર્ચ પ્રપોઝલ મંગાવવામાં આવ્યા છે તેની સ્ક્રુટીની કરીને રિસર્ચ માટે લાખ સુધીની ગ્રાન્ટ અધ્યાપકોને આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બાપ્પાના ચરણોમાં સંજય દત્ત-માન્યતા:પૂજા દરમિયાન 'બાબા'એ પત્નીના માથા પર તિલક કરી માંગ; લાલબાગચા રાજા પંડાલમાં કેમેરામાં કેદ થઈ ખાસ ક્ષણ
    Next Article
    Hospitals Refuse Treating Transgenders Under-19 In A Deal With Trump Office

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment