Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજય કપૂરની ₹30,000 કરોડની સંપત્તિ વેચવા પર પ્રતિબંધ:વસિયતનામામાં ઠગાઈનો કરિશ્માના બાળકોનો આરોપ; પ્રિયા સચદેવ સામે દિલ્હી હાઇકોર્ટનું આકરું વલણ

    9 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે સંજય કપૂરની 30 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે સંજયની સંપત્તિઓને સુરક્ષિત રાખવાનો આદેશ આપતા તેની ત્રીજી પત્ની, પ્રિયા સચદેવા કપૂરને સંપત્તિ વેચતા રોકી છે. આ આદેશ કરિશ્મા કપૂરના બાળકો, કિયાન અને સમાયરાની અરજી પર આપવામાં આવ્યો છે. મોંઘી ઘડિયાળો, કિંમતી ઘોડાનો ઉલ્લેખ ન કરાયાનો આક્ષેપ કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાએ કોર્ટમાં દાવો કર્યો છે કે, પ્રિયા સચદેવાએ તેના પિતાની એક નકલી વસિયત તૈયાર કરી છે. બાળકોનો આરોપ છે કે, પ્રિયાએ કોર્ટમાં સંપત્તિઓની જે યાદી રજૂ કરી છે, તે અધૂરી છે. તેમના મતે, આ યાદીમાં સંજયની ઘણી મોંઘી રોલેક્સ ઘડિયાળો, પોલો રમતા કિંમતી ઘોડા અને કરોડોની પેઇન્ટિંગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાળકોનું કહેવું છે કે, સંજય કપૂરની ઘણી સ્થાવર મિલકતો પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવી છે. કોર્ટે બેંક ખાતાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, 'સંજય કપૂરની સંપત્તિને સુરક્ષિત રાખવી જરૂરી છે, જેથી તેને નષ્ટ ન કરી શકાય.' કોર્ટે પ્રિયા સચદેવાને કોઈપણ સંપત્તિ વેચવાથી રોકી દીધી છે અને સંજયના બેંક ખાતાઓના સંચાલન પર પણ હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, 'હવે એ સાબિત કરવાની જવાબદારી પ્રિયાની છે કે વસિયત અસલી છે. જો અત્યારે કાર્યવાહી કરવામાં નહીં આવે અને પછીથી વસિયત નકલી નીકળી, તો આ બાળકો સાથે મોટો અન્યાય થશે.' સમગ્ર કપૂર પરિવારમાં ચાલી રહી છે કાનૂની જંગ આ વિવાદ ફક્ત બાળકો અને પ્રિયા સચદેવા સુધી સીમિત નથી. સંજય કપૂરની માતા રાણી કપૂર અને તેની બહેન મંદિરા કપૂર સાથે પણ પ્રિયાનો વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં સુનાવણી દરમિયાન બાળકોના પક્ષને લઈને તીખી દલીલો પણ થઈ હતી, જેમાં તેને "અમીર ઓલિવર ટ્વિસ્ટ" સુધી કહી દેવામાં આવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં સંપત્તિઓને સુરક્ષિત રાખવી પ્રાથમિકતા છે. લંડનમાં પોલો રમતી વખતે મૃત્યુ થયું હતું આ આખો વિવાદ જૂન 2025માં સંજય કપૂરના મૃત્યુ પછી વધુ ઘેરો બન્યો. 53 વર્ષીય સંજય કપૂરનું ઇંગ્લેન્ડમાં એક પોલો મેચ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. રાણી કપૂરનું કહેવું છે કે, પુત્રના મૃત્યુ પછી તેની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે આખી ગ્રુપ કંપનીઓ પર નિયંત્રણ મેળવી લીધું અને તેમને સંપત્તિમાં કોઈ હિસ્સો આપ્યો નહીં. રાણી કપૂર હવે પોતાની સંપત્તિ અને ઘરને સુરક્ષિત કરવા માટે કાનૂની સુરક્ષા માંગી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    AI in top colleges: Is it helping students or adding to stress? A professor explains
    Next Article
    સતત બીજા દિવસે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર:ભાવનગરમાં બે-ત્રણ દિવસથી સરેરાશ 40 ડીગ્રી આસપાસ રહેતા ગરમીમાં લોકો અકળાયા, 30 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment