Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હસતા હસતા ડરશો કે લાગણીમાં ભીંજાશો?:'હિપ હિપ હુર્રે'નું હોરર-કોમેડી ટ્રેલર રિલીઝ અને વિજયગીરી બાવાની નવી ફિલ્મ 'મા'નો ફર્સ્ટલુક રિલીઝ

    18 hours ago

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક બાદ એક નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. એવામાં આવનારા દિવસોમાં દર્શકો માટે વધુ બે રસપ્રદ ફિલ્મો સિનેમા પર રિલીઝ થવા જઈ રહી છે. એક તરફ જ્યાં ‘Ghost Gang vs Gattu Gang’નો હોરર-કોમેડી તડકો લગાવવા ફિલ્મ ‘હિપ હિપ હુર્રે’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, તો બીજી તરફ જાણીતા ડિરેક્ટર વિજયગીરી બાવાએ માતૃત્વ અને વાત્સલ્ય પર આધારિત નવી ફિલ્મ ‘મા’ના શૂટિંગની શરૂઆત સાથે તેનો પાવરફુલ ફર્સ્ટ લૂક શેર કર્યો છે. હસતા હસતા ડરશો કે ડરતા ડરતા હસશો? બ્રોસિસ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘હિપ હિપ હુર્રે’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ એક Fun-Filled Family Horror Comedy ફિલ્મ છે, જે દર્શકોને રોલરકોસ્ટર રાઈડ કરાવવા માટે પૂરી રીતે તૈયાર છે. શું છે સ્ટોરી અને ખાસિયત? ફિલ્મનો મુખ્ય યુદ્ધ 'ગોસ્ટ ગેંગ' અને 'ગટ્ટુ ગેંગ' વચ્ચે છે. આ ફેમિલી એન્ટરટેઈનરમાં ભૂતોની ટોળી અને બાળકો/યુવાનોની ગટ્ટુ ગેંગ વચ્ચેની ધમાચકડી, હાસ્યની છોળો અને હોરર એલિમેન્ટ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર નિષિધકુમાર બ્રહ્મભટ્ટ છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, ચેતન દહિયા, ભાવિની જાની, હીના જયકિશન, વૈભવ દેસાઈ, ભાર્ગવ પરમાર અને ચાઇલ્ડ આર્ટિસ્ટ્સની મોટી ફોજ જોવા મળશે. આ ફિલ્મ 31 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજયગીરી બાવાની નવી ફિલ્મ ‘મા’ '21મું ટિફિન' અને 'મોન્ટુ ની બિટ્ટુ' જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપનારા નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વિજયગીરી બાવા હવે એક અત્યંત ભાવનાત્મક વિષય પર ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે 'મા'. હૃદયસ્પર્શી ફર્સ્ટ લુક ટેગલાઈન ફિલ્મના ફર્સ્ટ લુક સાથે એક ખૂબ જ સુંદર અને ભાવુક કૅપ્શન શેર કરવામાં આવ્યું છે: "જેના ધાવણનું બસ એક જ કર્મ, બાળકનો ધબકારો એ જ એનો ધર્મ..." સ્ટોરીટેલ ફિલ્મ્સ પ્રસ્તુત અને મનોજ આહીર દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો લાલો ફેમ તુલસી એટલે કે રીવા રાચ્છ, હીના જયકિશન, આકાશ પંડ્યા જોવા સ્ક્રિન પર જોવા મળશે. માતૃત્વ અને બાળકના અતુટ બંધન પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ ફેન્સ અને ફિલ્મ વિવેચકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મારુતિ સુઝુકીની કાર ફરી ₹30,000 સુધી મોંઘી થઈ:ઓગસ્ટથી નવા ભાવ લાગુ પડશે; ઇનપુટ કોસ્ટના નામે બે મહિનામાં બીજી વાર ભાવ વધાર્યો
    Next Article
    અમેરિકાએ સ્વીકાર્યું- ઈરાની હુમલામાં 100 સૈનિકો ઘાયલ:કહ્યું- સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી માહિતી આપી; અમેરિકાએ 9 ઈરાની શહેરો પર હુમલો કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment