Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેટરનરી ડોક્ટરોના રાજીનામા મુદ્દે વન વિભાગે મૌન તોડ્યું:ગીરમાં 8 સિંહબાળના મોત વચ્ચે 5 જિલ્લામાંથી 200 કર્મચારીઓ તહેનાત, 10 કિમી વિસ્તારમાં હાઈ-વોચ

    1 day ago

    ગીર વિસ્તારમાં સિંહબાળના મોતના મામલે વન વિભાગે હાઈ-એલર્ટ જાહેર કરી મોટા પાયે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલ સિંહે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવાની સાથે વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામા અને વાયરસના સંક્રમણ અંગે ચાલી રહેલી અટકળો પર સત્તાવાર મૌન તોડ્યું છે. 10 કિ.મી. ત્રિજ્યામાં 'હાઈ-વોચ' વન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 7 સિંહબાળના મોત નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે ગીરગઢડા અને બાબરકોટ વિસ્તારની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં વિશેષ સર્વેલન્સ ગોઠવી 17 સિંહોને આઈસોલેટ (અલગ) કરવામાં આવ્યા છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ તમામ સિંહો હાલ સ્વસ્થ છે અને તેમનામાં કોઈ ગંભીર સંક્રમણના લક્ષણો નથી. તપાસ અને બચાવ કામગીરીને વેગ આપવા માટે જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢ સહિત પાંચ જિલ્લાઓમાંથી ગીરના ભૌગોલિક વિસ્તારથી વાકેફ હોય એવા 200 જેટલા અનુભવી RFO, વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડને ગીરમાં તહેનાત કરી દેવાયા છે. સીડીવી (CDV) નહિ, 'બેબીસિયા' હોવાની આશંકા સિંહોમાં સીડીવી (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) ફેલાયો હોવાની અટકળો વચ્ચે વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, હજુ સુધી આવા કોઈ સંક્રમણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ 'બેબીસિયા' નામના રોગથી મોત થયાની આશંકા છે, જે ઈતરડી નામના જંતુ દ્વારા ફેલાય છે. આ માટે જંગલમાં 'ડિટિકિંગ' (ઈતરડી નાશક) કામગીરી શરૂ કરાઈ છે." વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા લેવાયેલા સેમ્પલ 'ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર' (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3થી 4 દિવસમાં આવી જશે. વેટરનરી ડોક્ટરોના રાજીનામા મુદ્દે મોટો ખુલાસો બીજી તરફ, કરાર આધારિત વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામાના વિવાદ અંગે ડો. જયપાલ સિંહે જણાવ્યું કે, વિભાગ અને તબીબો વચ્ચે હકારાત્મક ચર્ચા ચાલી રહી છે. જીપીએસસી (GPSC) ભરતી પ્રક્રિયામાં ગીરમાં કામ કરતા અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની રજૂઆતને પહેલેથી જ ધ્યાનમાં રાખવામાં આવી છે. હાલ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ડોક્ટરોના પગાર વધારા સહિતના મુદ્દાઓ પર વહીવટી મંથન ચાલી રહ્યું છે. 'વનતારા'ની ટીમ બેકઅપ પ્લાનમાં સામેલ વન વિભાગે જણાવ્યું છે કે તેઓ રિલાયન્સના 'વનતારા' પ્રોજેક્ટની ટીમ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં વનતારાની સીધી મદદ લેવાની જરૂર પડી નથી, પરંતુ જો ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તો દેશ-વિદેશના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમને બોલાવવા માટેનો બેકઅપ પ્લાન પણ વન વિભાગે તૈયાર રાખ્યો છે. હાલમાં 12 વેટરનરી ડોક્ટરો ગીરમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરાળા કોંગ્રેસની ‘સમસ્યાથી સમાધાન સુધી’ પદયાત્રા:ડોક્ટર-શિક્ષકોની ઘટ અને ડીઝલની અછત મુદ્દે ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા, કલેક્ટરે આપ્યું તપાસ અને ઉકેલનું આશ્વાસન
    Next Article
    કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિકોની સમસ્યાઓનો તુરંત અંત આવ્યો:ગાંધીનગરના જિલ્લા સ્વાગતમાં 18માંથી 16 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ, અધિકારીઓને સમયબદ્ધ કાર્યવાહીની તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment