Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરાળા કોંગ્રેસની ‘સમસ્યાથી સમાધાન સુધી’ પદયાત્રા:ડોક્ટર-શિક્ષકોની ઘટ અને ડીઝલની અછત મુદ્દે ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા, કલેક્ટરે આપ્યું તપાસ અને ઉકેલનું આશ્વાસન

    1 day ago

    ઉમરાળા તાલુકાના ખેડૂતો, ખેત મજૂરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પ્રવર્તતા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘સમસ્યાથી સમાધાન સુધી’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકો ઉમરાળાથી પગપાળા ચાલીને ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે ઉમરાળા કોંગ્રેસ ના પ્રમુખ ​શક્તિસિંહ ગોહિલે તંત્રની નિરસતા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાલુકા લેવલે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે તેમણે કલેક્ટર સુધી અવાજ પહોંચાડવા પદયાત્રાની ફરજ પડી છે, આ ​પદયાત્રામાં ઉઠાવવામાં આવેલા મુખ્ય ચાર મુદ્દાઓ છે, જેમાં​કાયમી ડોક્ટરની અછત ઉમરાળા સીએસસી કેન્દ્રમાં ઘણા વર્ષોથી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, ​શિક્ષકો અને ઓરડાઓની ઘટ છે, તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. ધામણકા જેવા ગામોમાં ઓરડાના અભાવે બાળકોને મંદિરમાં બેસીને ભણવું પડે છે, ​સ્થાનિક ફાયર સ્ટેશનનો અભાવ છે તાજેતરમાં ધોળા, લંગાળા અને ઉમરાળામાં આગની ઘટનાઓ બની ત્યારે વલ્લભીપુર કે સિહોરથી ફાયર બ્રિગેડ આવતા 40 મિનિટથી વધુ સમય લાગ્યો હતો, ઉમરાળામાં કાયમી ફાયર સ્ટેશન કે ગાડી ફાળવવામાં આવે તેવી માંગ છે તેમજ ​ખેતીની સીઝનમાં ડીઝલની કટોકટી છે જેઠ મહિનો નજીક હોવા છતાં ખેડૂતોને ટ્રેક્ટર માટે બેરલમાં ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને પંપો પર લાંબી લાઈનો લાગે છે, ​રજૂઆત અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, ​આ આવેદનપત્ર સ્વીકાર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ઉમરાળાના વિવિધ પ્રશ્નો તેમજ સિહોર તાલુકામાં આઇએચબી લિમિટેડની એલપીજી પાઇપલાઇન વળતર અને પીપરડી ગામના ગામતળના પ્રશ્નો અંગે રજૂઆત મળી છે,ચાર ગામો પૈકી ત્રણ ગામમાં ઓરડાનું કામ શરૂ થઈ ગયું છે ધામણકા ગામમાં પણ સર્વેક્ષણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરાશે, હાલ સિહોર કે વલ્લભીપુરથી ગાડીઓ આવે છે જેમાં સમય લાગે છે. તેથી ઉમરાળા તાલુકા હેડક્વાર્ટર પર કાયમી ગાડી કેવી રીતે મૂકી શકાય તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે, તેમજ ડીઝલ-પેટ્રોલની આંશિક અછતને પહોંચી વળવા સ્ટોકના આધારે ન્યાયી વિતરણ થાય તેવા પ્રયાસો ચાલુ છે બ્લેક માર્કેટિંગ કે સંગ્રહખોરી રોકવા માટે મામલતદાર અને એસડીએમની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે, કાયમી ડોક્ટર, શિક્ષકોની ભરતી અને ફાયર સુવિધાના કાયમી નિરાકરણ માટે ઉપલબ્ધતાના આધારે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયરેખા નક્કી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગાત્રાળ માતાજીનો નવરંગ માંડવો યોજાયો:દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું
    Next Article
    વેટરનરી ડોક્ટરોના રાજીનામા મુદ્દે વન વિભાગે મૌન તોડ્યું:ગીરમાં 8 સિંહબાળના મોત વચ્ચે 5 જિલ્લામાંથી 200 કર્મચારીઓ તહેનાત, 10 કિમી વિસ્તારમાં હાઈ-વોચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment